IBPS Clerk Recruitment 2023: 4545 ખાલી જગ્યાઓ પર થઇ રહી છે ભરતી- જાણો કેટલી છે અરજી ફી અને વયમર્યાદા

IBPS Clerk Recruitment: ઇન્સ્ટીટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શને સીઆરપી ક્લાર્ક XIII ભરતી અંતર્ગત ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. હવે IBPS ક્લાર્ક…

IBPS Clerk Recruitment: ઇન્સ્ટીટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શને સીઆરપી ક્લાર્ક XIII ભરતી અંતર્ગત ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. હવે IBPS ક્લાર્ક ભરતી માટે(IBPS Clerk Recruitment) ખાલી જગ્યાઓની સંખ્યા વધી ગઇ છે. જાહેર કરવામાં આવેલી નોટિફીકેશન મુજબ, આ ભરતી અભિયાન દ્વારા હવે 4545 ખાલી જગ્યાઓ ભરવામાં આવી રહી છે.

પહેલા જાહેર કરવામાં આવેલ જાહેરાત મુજબ કુલ 4045 પોસ્ટ ભરવામાં આવનાર હતી, જેમાં 500નો વધારો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ઘણા રાજ્યોમાં ખાલી જગ્યાઓની સંખ્યા યથાવત છે. પરંતુ, કર્ણાટક, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં ઉપલબ્ધ પોસ્ટ્સમાં એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.

આઇબીપીએસએ રાજ્યવાર અને બેંકવાર સુધારેલી ખાલી જગ્યાઓની યાદી જાહેર કરી છે. ઉમેદવારો ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લઈને નોટિસ જોઈ શકે છે. ઉમેદવારોએ તેમના અરજી ફોર્મમાં સુધારો કરવાની અને ફીની ચુકવણી સાથે ઓનલાઇન નોંધણી કરવાની છેલ્લી તારીખ 21 જુલાઈ છે.

કેટલી છે અરજી ફી અને વયમર્યાદા
બિનઅનામત વર્ગના ઉમેદવારો માટે આઈબીપીએસ ક્લાર્કની ભરતી માટે અરજી ફી 850 રૂપિયા છે. આ સિવાય SC/ST/PWD ઉમેદવારોની ફી 175 રૂપિયા છે. ઉમેદવારોની ઉમર 20 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જોકે, અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમોનુસાર ઉંમરમાં અમુક છૂટછાટ આપવામાં આવશે.

પ્રિલિમ્સ પરીક્ષાનું માળખું

પરીક્ષાની તારીખ
આઇબીપીએસએ સંસ્થાના પરીક્ષા કેલેન્ડરની સાથે કામચલાઉ ક્લાર્ક ભરતી પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. આઈબીપીએસ ક્લાર્ક 2023 પ્રિલિમ્સ 26 અને 27 ઓગસ્ટ અને 2 સપ્ટેમ્બરના રોજ યોજાય તેવી સંભાવના વ્યક્ત કરી છે. મુખ્ય પરીક્ષા 7 ઓક્ટોબર 2023ના રોજ યોજાવાની છે. જો કે, ઉમેદવારોની હોલ ટિકિટો કઈ તારીખે જાહેર કરવામાં આવશે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.

મેઇન પરીક્ષાનું માળખું

શૈક્ષણિક લાયકાત
આઇબીપીએસ ક્લાર્ક 2023 માટે અરજી કરવા માટે જરૂરી લઘુતમ શૈક્ષણિક લાયકાત ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઇ પણ વિષ્યમાં ગ્રેજ્યુએશન ડિગ્રી અથવા ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઇ અન્ય સમકક્ષ યોગ્યતા જરૂરી છે અરજી, પસંદગી અને ભરતી સંબંધિત તમામ જાણકારી ઉમેદવારો સતાવાર વેબસાઇટ ibps.in પરથી ચેક કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *