Khajur bhai Ganesha Pooja: ગુજરાત સહિત વિશ્વભરમાં લોક સેવક તરીકે જાણીતા ખજૂર ભાઈ એટલે કે નીતિનભાઈ જની હંમેશા પોતાના સેવાકીય કાર્ય માટે ઓળખાય છે. તેમણે અત્યાર સુધીમાં સમાજમાં અનેક ગરીબ અને જરૂરિયતમંદોને મદદ (Khajur bhai Ganesha Pooja) કરી લોક સેવાનું ઉત્તમ ઉદહરણ પુરું પાડ્યું છે. તેઓ સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ મૂકી લોકો સાથે જોડાયેલા રહે છે.
ખજૂર ભાઈ અવારનવાર અનેક વીડિયો અને તસ્વીરો દ્વારા સેવાનો સંદેશો લોકો સુધી પહોંચાડતા જોવા મળે છે. આ સાથે જ કુદરતી આફતના સમયે જેમકે પૂર દુષ્કાળ ભૂકંપ જેવી સ્થિતિમાં પણ હંમેશા લોકોની સાથે ઊભા રહી તેમની મદદ કરે છે આ કારણથી જ આજે તેઓ લાખો લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે.
khajurbhai latest video
ત્યારે આ વર્ષે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે ખજૂર ભાઈએ પોતાના સમગ્ર પરિવાર સાથે ગજાનંદ ગણપતિ મહારાજની વિશિષ્ટ પૂજા કરી હતી. જેના કેટલાક ફોટો ખજૂર ભાઈએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતા. જેમાં ખજૂર ભાઈ પોતાની પત્ની મીનાક્ષી દવે તથા માતા અને ભાઈ તરુણ જાની અને પોતાની સમગ્ર ટીમ સાથે ગણપતિ મહારાજની પૂજા કરી રહ્યા છે.
તમે ફોટોમાં જોઈએ શકો તેમ ખજૂર ભાઈ સહિત સમગ્ર પરિવારનો ગણપતિ મહારાજ પ્રત્યે અતૂટ શ્રદ્ધા વિશ્વાસ રાખી ગણેશજીની પૂજા કરી રહ્યા છે. તમામ લોકોએ ગજાનંદ ગણપતિ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા નો અનુભવ કર્યો હતો. તથા તમામ લોકોને સુખાકારી અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.
તમને જણાવી દઈએ કે ખજૂર ભાઈ અત્યાર સુધી અનેક લોકોને નવજીવન આપી તેમના જીવનમાં ખુશીઓનો વરસાદ કર્યો છે. આટલું જ નહિં ખજૂર ભાઈનું સેવાકીય કામના વખાણ વિદેશની ધરતી પર પણ થાય છે. વિદેશમાં તેમની ઘણી લોકપ્રિયતા છે. વિદેશના અલગ અલગ દેશોમાં રહેતા ગુજરાતવાસીઓ દ્વારા પણ ખજૂર ભાઈના ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યા હતા. ખજૂર ભાઈને અત્યાર સુધી અનેક એવોર્ડ તથા સર્ટીફીકેટ પણ પ્રાપ્ત થયા છે આ કારણથી જ આજે તેઓ સમગ્ર ગુજરાત અને ભારતનું ગર્વ બની ગયા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App