ઘણા લોકો બાથરૂમમાં નહાવા જાય તે સમયે પણ મોબાઈલ લઈને જતા હોય છે. પણ આ શોખ જીવલેણ પુરવાર થઈ શકે છે. રશિયાની એક 24 વર્ષીય યુવતી માટે આ શોખ મૃત્યુનું કારણ બન્યો છે.
આ એક યુવતી બાથરૂમમાં આઈફોન સાથે બાથટબમાં સાથે નહાઈ રહી હતી. આમાં આઈફોન ચાર્જ થતો હતો. આઈફોન અચાનક બાથટબમાં પડ્યો હતો જેનાં લીધે બાથટબમાં શોર્ટ શર્કિટ થયું હ્તું. બાથટબમાં નાહી રહેલી મહિલાનું વિજકરંટ લાગવાનાં લીધે મૃત્યુ થયું હતું.
ઓલેશિયા સેમેનોવા એક કપડાની દુકાનમાં કામ કરી રહી હતી તેમજ ચાર્જિંગ ફોનનાં બાથટબમાં પડતા એનું મૃત્યુ થયું છે. ઓલેશિયાનાં મૃત્યુ પછી રશિયાનાં ઈમરજન્સી મંત્રાલયે ચેતવણી જાહેર કરી લોકોને બાથરૂમમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાને લઈને ચેતવા માટે કહ્યું છે.
ઓલિશિયાની સાથે એનાં ફ્લેટમાં મિત્ર દરિઆ પણ રહેતી હતી. ઓલીશીયા એક રિયલ એસ્ટેટ એજંટ છે. ડારિયાએ આ બનાવ અંગે જણાવ્યું હતું કે, કેટલાક સમય વીતી ગયા પછી પણ ઓલેશિયા બાથરૂમમાંથી બહાર ન નિકળતા હું બાથરૂમમાં ગઈ હતી. ત્યાં તે બાથરૂમમાં મૃત પડેલી હતી. એનું શરીર પણ પીળુ પડી ગયું હતું.
ડારિયાનાં કહ્યા અનુસાર, ઓલિશિયાને આ હાલતમાં જોતા જ હું બહુ જ ડરી ગઈ હતી. મેં તેને અડવાનો પ્રયત્ન કર્યો તો મને પણ કરંટ લાગ્યો હતો. મેં ધ્યાનથી જોયું તો દેખાયું કે, આઈફોનનું ચાર્જરની સ્વિચ શરુ હતી તેમજ ફોન બાથટબમાં એની સાથે જ અટેચ હતો.
રશિયામાં છેલ્લા ઘણા વર્ષોમાં આ પ્રકારની ઘણા બનાવો બહાર આવી ચુકી છે. પહેલા ઓગષ્ટ માસમાં મોસ્કોમાં 15 વર્ષીય સ્કુલની વિદ્યાર્થીની પણ આ રીતે જ મૃત્યુને ભેટી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle