કૃષિ અધિકારી PM મોદી માટે લીચી લઈને પહોચ્યો દિલ્હી- પછી ખબર પડી કે એ કોરોના પોઝીટીવ હતો

બિહારમાં કોરોના વાઈરસના કેસો ઝડપથી સામે આવી રહ્યા છે. અહીં સંક્રમિત લોકોની સંખ્યા 7380 થઈ ગઈ છે, જેમાંથી 4844 એવા લોકો છે જે 3 મે પછી બહારના રાજ્યોથી બિહાર પાછા ફર્યા હોય. આ દરમિયાન, બિહારના મુઝફ્ફરપુરમાં કૃષિ વિભાગના અધિકારીને કોરોના ચેપ લાગ્યો છે. આ અધિકારી શાહી લીચી લઈને દિલ્હીના બિહાર ભવન ગયા હતા. આ લીચી રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને અન્ય કેન્દ્રીય મંત્રીઓને ભેટ તરીકે મોકલવામાં આવી હતી. આ અંગે મુઝફ્ફરપુર પબ્લિક રિલેશન ઓફિસ તરફથી એક નિવેદન બહાર પાડીને કહેવામાં આવ્યું છે કે, અધિકારીની નોકરી ફક્ત લીચી પહોંચાડવાની હતી. લીચી વિતરણ સાથે તેમનો કંઈ લેવાદેવા નહોતો.

આ મામલે મુઝફ્ફરપુરના જિલ્લા અધિકારી ચંદ્રશેખર પ્રસાદસિંઘનું કહેવું છે કે, આ અધિકારી માત્ર લીચીનો ટ્રક દિલ્હી બિહાર ભવન પહોચી ગયો કે નહીં તેની ખાતરી કરવા માટે જ ગયા હતા. તે પછી તે તેના બે સંબંધીઓને મળવા ગયા હતા. જેમાંથી એક કોરોના પોજીટીવ જણાયો હતો. તેના આધારે અધિકારીએ પણ પોતાની તપાસ કરાવી હતી અને તેને કોરોના ટેસ્ટ પોજીટીવ પણ મળ્યો હતો.

તે જ સમયે, જિલ્લા જનસંપર્ક કચેરી તરફથી એક પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે, 9 જૂને મુઝફ્ફરપુરના કૃષિ વિભાગના અધિકારીઓ ટ્રેનમાં લીચીનું પેકેટ લઈને નવી દિલ્હીની બિહાર ભવનમાં આવ્યા હતા. બિહાર ભવનમાં કોરોનાના કારણે આ અધિકારી તેમના રૂમમાં છે. જોકે, લીચીના વિતરણમાં આ અધિકારીની કોઈ ભૂમિકા નહોતી અને બિહાર ભવનની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે.

હકીકતમાં, આવા સમાચાર આવ્યા હતા કે સરકારી અધિકારીઓ કોરોના પોઝિટિવ જણાયા હતા છતાં પણ લીચીનું વિતરણ કરવા ગયા હતા. “આ નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, સંબંધિત અધિકારીઓ લીચી પહોંચાડવા માટે ગયા છે પરંતુ વિતરણ કરવા નહોતા ગાય. ત્યાં લીચીના વિતરણ સાથે તેઓને કંઈ લેવાદેવા નથી તેમનું કાર્ય ફક્ત લીચી પહોંચાડવાનું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *