OLA લેનારને થયો કડવો અનુભવ, સોના કરતા ઘડામણ મોંઘી પડતા યુવાને હથોડો લઇ….

આજકાલ આપણો દેશ વિકસિત દેશોની હરોળમાં સામેલ થવા માટે પૂરી કોશિશ કરી રહ્યો છે. જો જો ગ્રાઉન્ડ લેવલ પરની હકીકત જોવામાં આવે તો મોટાભાગના લોકો મધ્યમ વર્ગીય પરિવારથી આવે છે. જેના ઘણા નાના મોટા સપનાઓ છે અને તે પૂરા કરવા માટે લોકો ખૂબ મહેનત પણ કરી રહ્યા છે. તેઓ પોતાના પરિવાર માટે રહેવા જમવા માટે ઘર તો અમુક લોકો ઘરથી બહાર જવા માટે સ્કૂટર અથવા બાઈક વગેરેની સુવિધાઓ માટે મહેનત કરી રહ્યા છે. તેઓ પોતાની ભાઈ ભેગી કરીને પોતાની મહેનતથી આ બધી વસ્તુઓ ઊભી કરી રહ્યા છે. હવે જો એવું થાય કે પહેલી જ વખત સર્વિસ કરાવવા જાવ અને કંપનીવાળા મોટું બિલ હાથમાં આપી દે તો તમારો ગુસ્સો સાતમાં આકાશે પહોંચી જશે. આવો જ એક મામલો સામે આવ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ હાથમાં હથોડો લઈ (OLA Customer Video) સ્કૂટરને મન ફાવે તેમ ઘા મારી રહ્યો છે. તેને લઈને આ વ્યક્તિનું કહેવું છે કે મેં થોડા થોડા પૈસા ભેગા કરીને થોડા દિવસ પહેલા જ બોલાના શોરૂમમાંથી ઈલેક્ટ્રીક બાઈક ખરીદી હતી અને એક મહિના પછી જ્યારે હું આનું પહેલી સર્વિસ કરાવવા માટે આવ્યો તો તેઓએ મને 90,000 નું બિલ પકડાવી દીધું. આબીલ જોઈને મારું મગજ છટક્યું અને મને થયું કે કોઈ સર્વિસ સ્ટેશન વાળા આ પ્રકારે કઈ રીતે લૂંટી શકે છે.

આ રહ્યો વિડિયો

વીડિયોમાં વ્યક્તિને જ્યારે પૂછવામાં આવ્યું કે આટલું મોટું બીલ કેવી રીતે આવ્યું તો તેણે કહ્યું કે બેટરી જ ખરાબ થઈ ગઈ છે. જે સાંભળ્યા બાદ લોકોએ તે વ્યક્તિને સ્કૂટરને સળગાવી દેવા માટે કહ્યું. જોકે આવું પહેલી વખત નથી થયું જ્યારે ઓલાના સ્કૂટરમાં આ પ્રકારની સમસ્યાઓ આવી હોય. છેલ્લા કેટલાક દિવસોમાં પોલા સ્કૂટરને લઈને આવા દેશભરમાંથી ઘણા બધા કેસ સામે આવ્યા છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ INSTAGRAM પર શેર કરવામાં આવ્યો છે. જેને જોયા બાદ લોકો આ વિડીયો પર ખૂબ કોમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે આ તો આપણું પોતાનું જ નુકસાન કરી રહ્યા છો આનાથી સારું છે કે કંપની વિરુદ્ધ એક ફરિયાદ કોર્ટમાં કરો. તો બીજા એક યુઝરે લખ્યું કે આટલું મોટું બિલ આવે તો કોઈ પણનું મગજ છટકી જાય.