ગાંધીના ગુજરાતમાં ઘર આંગણે ગાંજાની ખેતી! જાણો ક્યાં શહેરમાં પોલીસે 1.13 લાખનો માલ કબજે કર્યો?

11.3 kg of ganja seized in Bharuch: આજકાલ પોલીસ દ્વારા દરોડા પાડીને ડ્રગ્સ અને ગાંજાની હેરાફેતી કરતા બુટલેગરોને પકડી પાડવામાં આવે છે. દરરોજ આવા કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે રાજ્યમાં ભરૂચના નેત્રંગ ગામે રાજપારડી રોડ પર SOG પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારે વૃદ્ધ બાવાને ઘરના વાડામાં વાવેલા ગાંજાના છોડના 11.3 કિલો ગાંજો(11.3 kg of ganja seized in Bharuch) મળી આવ્યો હતો.

ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થનુ વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાના આદેશ છે. ત્યારે ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના ભાવસિંગ વસાવાને બાતમી મળી હતી.

ભાવસિંગ વસાવાને મળેલી બાતમીના આધારે નેત્રંગ રાજપારડી રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો. SOG ટીમે રણજીત જેસંગબાવા રાજના ઘરની પાછળના વાડામાં તપાસ હાથ ધરી હતી. વાડામાં વાવેલા માદક વનસ્પતિજન્ય ગાંજાના બે છોડ મળી આવ્યા હતા. એક છોડ 11 ફૂટ અને તુવેરની આડમાં રહેલો બીજો ગાંજાનો 9 ફૂટનો છોડ મળી આવ્યો હતો.

જેને મૂળિયા સહિત કાઢી વજન કરવામાં આવતા 11 કિલો 303 ગ્રામના બંને છોડને કબ્જે લેવામાં આવ્યા હતા. NDPS એક્ટ હેઠળ આરોપી સામે ગુનો નોંધી કુલ રૂપિયા 1.13 લાખનો ગાંજાના મળી આવેલા જથ્થા બદલ નેત્રંગ પોલીસ મથકે ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. વૃદ્ધ આરોપીએ વાડામાં ગાંજાના છોડ વેચાણ માટે કે પોતે નશો કરવા વાવ્યા હતા તે અંગે વધુ તપાસ ચલાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *