ભારતમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર- કોરોના તો ઠીક પણ ઓમિક્રોનના આંકડા જાણીને ઊંઘ હરામ થઇ જશે

ભારતમાં કોરોના(Corona) વાયરસના સંક્રમણનો ગ્રાફ સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 33 હજાર 379 નવા દર્દીઓ મળી આવ્યા છે. આ દરમિયાન 124 લોકોના મોત થયા છે. નવા આંકડા સહિત દેશમાં દર્દીઓની સંખ્યા 3 કરોડ 49 લાખ 60 હજાર 261 પર પહોંચી ગઈ છે. તે જ સમયે, સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 4 લાખ 82 હજાર 17 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. હાલમાં દેશમાં 1 લાખ 71 હજાર 830 સંક્રમિતોની સારવાર ચાલી રહી છે. સારા સમાચાર એ છે કે અત્યાર સુધીમાં 3 કરોડ 43 લાખ 6 હજાર 414 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.

દેશના 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી અત્યાર સુધીમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ ‘ઓમિક્રોન(Omicron)’ના 1,892 કેસ નોંધાયા છે, જેમાંથી 766 લોકો ચેપ મુક્ત થઈ ગયા છે અથવા તો વિદેશ ગયા છે. મંગળવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા અનુસાર, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 568 કેસ સામે આવ્યા છે અને ત્યારબાદ દિલ્હીમાં 382, ​​કેરળમાં 185, રાજસ્થાન 174, ગુજરાતમાં 152 અને તમિલનાડુમાં 121 કેસ સામે આવ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, સોમવારે 15 થી 18 વય જૂથમાં રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે રાત્રે 8 વાગ્યા સુધી 41 લાખથી વધુ કિશોરોએ કોવિડ-19 વિરોધી રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં 146.61 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. સોમવારે રાત્રે 10:15 વાગ્યા સુધી 98 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા.

સોમવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના 12,160 નવા કેસ નોંધાયા હતા જ્યારે 11 લોકોના મોત થયા હતા. રાજ્યમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 50 હજારને વટાવી ગઈ છે. આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે. વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું છે કે નવા કેસ આવ્યા બાદ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા વધીને 67,12,028 થઈ ગઈ છે જ્યારે મૃત્યુઆંક વધીને 1,41,553 થઈ ગયો છે. એવું કહેવાય છે કે રાજ્યમાં ઓમિક્રોનના 68 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિત દર્દીઓની સંખ્યા 578 થઈ ગઈ છે.

કેરળમાં સોમવારે કોવિડ -19 ના 2,560 નવા કેસ નોંધાયા હતા અને 71 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા, જેમાં ચેપના કુલ કેસ 52,45,849 અને મૃત્યુઆંક 48,184 પર પહોચ્યો હતો. મૃત્યુ પામેલા 71 દર્દીઓમાંથી છેલ્લા કેટલાક દિવસોમાં 30ના મોત થયા હતા અને કેન્દ્ર અને સુપ્રીમ કોર્ટના નિર્દેશો પર અપીલ મળ્યા બાદ કોવિડ-19ના કારણે મૃત્યુના કેસોમાં 41દર્દીઓનો ઉમેરો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *