ભારત(India)માં કર્ણાટકમાંથી કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોન(Omicron)થી સંક્રમિત બે કેસ મળી આવ્યા છે. પરંતુ આ દરમિયાન એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે બધાને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં દક્ષિણ આફ્રિકા(South Africa)નો એક નાગરિક જે ભારત આવ્યા બાદ દુબઈ પરત ફર્યો હતો તે પણ ઓમિક્રોનથી સંક્રમિત હતો. જ્યારે તે દુબઈ પરત ફર્યો ત્યારે જીનોમ સિક્વન્સિંગના અહેવાલો આવ્યા હતા.એવું માનવામાં આવે છે કે ભારતમાં ઓમિક્રોનનો આ પ્રથમ કેસ હતો.
ઓમિક્રોનથી સંક્રમિતની ટ્રાવેલ હિસ્ટ્રી:
ઓમિક્રોનથી સંક્રમિત દક્ષિણ આફ્રિકાના નાગરિકની ઉંમર 66 વર્ષ છે. તે એક ફાર્માસ્યુટિકલ કંપનીનો પ્રતિનિધિ છે. ઓમિક્રોન સંક્રમિત 27 નવેમ્બરે ભારતના બેંગ્લોરથી દુબઈ પાછો ગયો. આ વ્યક્તિ 20 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યો હતો. જ્યારે તેઓ બેંગ્લોર પહોંચ્યા તો તપાસમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો.
ઓમિક્રોન સંક્રમિત હોટલમાં રોકાયો હતો:
જણાવી દઈએ કે 20 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાનો આ નાગરિક બેંગ્લોરના વસંતનગરમાં આવેલી સ્ટાર હોટલમાં રોકાયો હતો. જે બાદ તેણે કોરોના ટેસ્ટ કરાવ્યો અને તે કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું.
આ રીતે ભાગવામાં રહ્યો સફળ:
આ પછી, 22 નવેમ્બરના રોજ આ વ્યક્તિના નમૂના જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. ત્યારપછી બીજા દિવસે 23 નવેમ્બરે આ વ્યક્તિનો એક પ્રાઈવેટ લેબમાં ટેસ્ટ કરાવવામાં આવ્યો, જ્યાં ફરી એકવાર તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો. આ પછી તેણે હોટલ સ્ટાફને પોતાનો કોરોના નેગેટિવ રિપોર્ટ બતાવ્યો અને ત્યાંથી ચેક આઉટ કર્યો. જિનોમ સિક્વન્સિંગનો રિપોર્ટ આવ્યા બાદ જ્યારે સ્થાનિક પ્રશાસન દક્ષિણ આફ્રિકાના તે નાગરિકની શોધમાં નીકળ્યું તો જાણવા મળ્યું કે તે દુબઈ પાછો ભાગી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.