ભારતીય રેલવે (Indian Railways) દ્વારા અમદાવાદ, હિંમતનગર, ડુંગરપુર(રાજસ્થાન) બ્રોડગેજ રેલ સેવા સાબરકાંઠા, અરવલ્લીના સાંસદ દીપસિંહ રાઠોડજી (Dipsinh rathod) સાથે હિંમતનગર (Himmatnagar)ના ધારાસભ્ય રાજેન્દ્રસિહ ચાવડા (Rajendrasinh Chavda) એ ઉપસ્થીત રહી રેલને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. હિંમતનગર તાલુકાને આ ટ્રેનમળતા ખુશિનો માહોલ સર્જાયો છે.
મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે આ રેલવે સેવા શરૂ થવાથી વિસ્તારમાં રેલ પરિવહન સરળ બનશે અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળશે. હિંમતનગરના તમામ નાગરિકો વતી ધારાસભ્ય રાજેન્દ્રસિહ ચાવડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ લોકાર્પણ પ્રસંગે હાજર રહેલા ભાજપ સમર્થકો અને નેતાઓએ છડેચોક કોરોના ગાઈડલાઈન્સ અને નિયમોનો ભંગ કર્યો હતો, નેતાઓ કે કાર્યકરો ફોટો પડાવવાની લાલચમાં માસ્ક વગર દેખાયા હતા. અને પ્રધાનમંત્રી મોદીની અપીલ અને વિનંતીને ઘોળીને પીય ગયા હતા. સ્થળ પર હાજર પોલીસ કર્મીઓએ માસ્ક તો પહેર્યા હતા પણ નિયમો તોડી રહેલા નેતાઓ કે ભાજપ કાર્યકરોને માસ્ક પહેરવાની સુચના તો ન આપી શક્યા પણ વિનંતી પણ ન કરી શક્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.