Varuthini Ekadashi 2025: હિન્દુ ધર્મમાં વૈશાખ મહિનાને ખૂબ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આ માસમાં કૃષ્ણપક્ષની એકાદશી તિથિને વરુથીની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન (Varuthini Ekadashi 2025) વિષ્ણુ અને માતાલક્ષ્મીનું પૂજા અને વ્રતનું પાલન કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર વરુથીની એકાદશી પર કેટલાક વિશેષ સ્થળો પર દીવો પ્રગટાવવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે, તો આવો જાણીએ આ દિવસે ક્યાં દીવો પ્રગટ આવવો જોઈએ?
ક્યારે છે વરુથીની એકાદશી?
વૈદિક પંચાંગ અનુસાર વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિની શરૂઆત 23 એપ્રિલના રોજ સાંજે 4 વાગ્યે 43 મિનિટ પર થશે. અને તિથિનું સમાપન 24 એપ્રિલની બપોરે 2 વાગ્યે 32 મિનિટ પર થશે. ઉદય અતિથિ અનુસાર વરુથીની એકાદશીનું વ્રત 24 એપ્રિલના રોજ કરવામાં આવશે.
આ જગ્યાએ જરૂરથી પ્રગટાવો દીવો
વરુથીની એકાદશીના દિવસે ઘરમાં સકારાત્મક ઉર્જા માટે મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થતો નથી, જેનાથી જીવનમાં સુખ શાંતિ રહે છે.
ઘરમાં ઘર મંદિરને સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે. કહેવાય છે કે વરુથીની એકાદશીના દિવસે ઘર મંદિરમાં ભગવાન વિષ્ણુ સામે ઘીનો દીવો પ્રગટાવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે.
વરુથીની એકાદશીના દિવસે ઘરના રસોડામાં પણ દીવો પ્રગટાવો જોઈએ, કારણકે રસોડામાં માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે. માન્યતા છે કે આવું કરવાથી ઘરમાં ક્યારેય પણ અન્નની અછત થતી નથી.
તુલસીના છોડ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે. એવામાં આ દિવસે તુલસીના છોડની નજીક ઘીનો દીવો પ્રગટાવો શુભ માનવામાં આવે છે. આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને માતા લક્ષ્મીની કૃપા થાય છે.
કેળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે, એટલા માટે આ એકાદશીના દિવસે કેળાના વૃક્ષનું પૂજન કરવું શુભ માનવામાં આવે છે. તેમજ વધુ થઈને એકાદશીના દિવસે કેળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવાથી શ્રીહરીના આશીર્વાદ મળે છે અને ઘરમાંથી ગરીબી દૂર થાય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App