Clash between girls: કથિત રીતે દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસમાં છોકરીઓ વચ્ચે કંઈક એવો નજારો જોવા મળ્યો, જેને જોઈ દરેક લોકો આશ્ચર્યચકિત છે. સામાન્ય રીતે ભણતરના માહોલ માટે પ્રખ્યાત કેમ્પસ અચાનક જંગના મેદાનમાં ફેરવાઈ ગયું. જ્યારે બે વિદ્યાર્થીનીઓ એકબીજા સામે (Clash between girls) લડાઈ પર ઉતરી આવી. લડાઈ એટલી હદે આગળ વધી ગઈ કે બંને એકબીજાના વાળ પકડી લીધા અને મેદાનમાં અખાડાની સ્ટાઇલમાં ખેંચતાણ શરૂ કરી દીધી. વાળ ખેંચવામાં આવ્યા, મુક્કા મારવામાં આવ્યા તો આ બંનેને છૂટા પાડવા ના પ્રયત્નો કરતા બીજી છોકરીઓ પણ આ ઝઘડામાં ઉતરી ગઈ હતી.
કેમ્પસમાં એકબીજા સાથે બાખડી પડી વિદ્યાર્થીનીઓ
આસપાસ હાજર રહેલી અન્ય છોકરીઓ તરત જ બચાવ માટે દોડી પરંતુ, આ બંને પરીઓનો ગુસ્સો સાતમા આસમાને હતો. સમજાવટનો કોઈ ફરક ન પડ્યો કે પકડવાથી પણ એકબીજા છૂટા ન પડ્યા હતા. જાણે કે બંનેએ નક્કી કરી લીધું હોય કે એકબીજાને ધૂળ ન ચટાડે ત્યાં સુધી અટકશે નહીં. એક છોકરીએ વાળ ખેંચ્યા તો બીજી છોકરીએ પણ તે જ હથિયાર અજમાવ્યું. થોડીવારમાં તો નજારો જોઈ ભીડ પણ મજા લેવા લાગી. પછી મામલો વધારે બગડતા જોઈ બધાએ મળી બંનેને અલગ કરાવવાનો પ્રયત્ન કર્યો.
આ વિડીયો પણ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે જેમાં દેખાઈ રહ્યું છે કે બંને વિદ્યાર્થીનીઓ કોઈ વાતને લઈને એકબીજાને ખરાબ રીતે માર મારી રહી છે. કેટલાક સાથી વિદ્યાર્થીઓ તેઓને પાછળ ખેંચવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ તેની કોઈ અસર દેખાતી નથી. જોનારાઓ માટે આ સમગ્ર સીન કોઈ ફૂલ એન્ટરટેનમેન્ટ શોથી ઓછો ન હતો.
Kalesh b/w Girls inside DU Campus: pic.twitter.com/p3DBa1DGRE
— Ghar Ke Kalesh (@gharkekalesh) April 27, 2025
લોકો લઈ રહ્યા છે મજા
હજુ સુધી એ સામે નથી આવ્યું કે બંને છોકરીઓ વચ્ચે લડાઈ કઈ બાબતે થઈ હતી. કેટલાક લોકો જણાવી રહ્યા છે કે સામાન્ય બોલા ચાલીથી શરૂઆત થઈ અને પછી આ હદ સુધી આ લડાઈ પહોંચી હતી. કેટલાક લોકોનું કહેવું છે કે આ બંને છોકરીઓ પ્રેમ પ્રકરણને કારણે ઝઘડી રહી છે. હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ વિડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે આમને પાકિસ્તાન બોર્ડર પર મોકલી દો આ લોકો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપશે. બીજા એક વ્યક્તિએ કહ્યું કે માતા-પિતાને એવું હશે કે અમારી દીકરીઓ ભણી રહી છે. તેમજ અન્ય એક વ્યક્તિએ લખ્યું કે હે ભગવાન હજુ શું શું દેખાડવાનું બાકી રાખ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App