two ladies viral fight for husband: કોઈપણ સ્ત્રીને તેની સૌતન પસંદ નથી હોતી. શું થશે જ્યારે કોઈ એક મહિલાને એક બે નહીં પરંતુ 3 સૌતન હોય? ભરણપોષણ માટે તેની પહેલી પત્નીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. જ્યારે કોર્ટમાં પહોંચી તો તેનો પતિ ચોથી પત્ની સાથે લઈને (two ladies viral fight for husband) આવ્યો હતો. અને ત્યારબાદ આ બંને વચ્ચે વાદવિવાદ થતા વાતચીતથી થયેલી બબાલ મારા મારી સુધી પહોંચી હતી.
કોર્ટ પરિસરમાં ખૂબ હંગામો થયો હતો. બંને મહિલાઓ એકબીજાને વાળ પકડી મારપીટ કરી રહી હતી. આ જોઈ ઘણા લોકો ટોળું વળી ગયા હતા. તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મામલો મધ્યપ્રદેશના દતિયા કુટુંબ અદાલત પરિસરનો છે. અહીંયા મંગળવારે 2 મહિલાઓ વચ્ચે મારપીટને જોઈ ત્યાં લોકો ભેગા થઈ ગયા હતા. હકીકતમાં પહેલી પત્નીએ પતિ પર ભરણપોષણ માટેનો કેસ કર્યો હતો જેના પર સુનવણી બાદ અદાલતે 3.19 લાખ રૂપિયા પહેલી પત્નીને ચૂકવવાનું અથવા તો જેલમાં જવાનો આદેશ સંભળાવ્યો હતો. એવામાં આ સાંભળી ફરિયાદી મહિલાની સૌતન તેમજ નણંદ એ તેની પર હુમલો કર્યો હતો.
જિલ્લા કુટુંબ ન્યાયાલય પરિસરમાં મહિલાઓ વચ્ચે થયેલી આ મારપીટનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. મહિલા પોલીસકર્મી તેમજ વકીલોએ માંડ માંડ આ બંને મહિલાઓને છૂટા પાડ્યા હતા. એડવોકેટ વાજીદ અલી બુખારી એ જણાવ્યું હતું કે રાજુદાના લગ્ન થોડા વર્ષો પહેલા ઝાંસીમાં રહેતી હયાતઉલ્લા સાથે થયા હતા. થોડા વર્ષો બાદ હયાતઉલ્લાએ રાજુદા ખાનને છોડી દીધો હતો.
पापी पेट का सवाल…
मध्यप्रदेश के दतिया कोर्ट परिसर में हयातुल्लाह खान की मौजूदा और पूर्व पत्नी में मारपीट, गुजारा भत्ते को लेकर केस चल रहा है आज कोर्ट के बाहर दोनों बेगम आपस में भिड़ गई pic.twitter.com/neiZ5eRLUo— Anuj chaudharyy ..Newsपोस्ट (@anujchnewspost) April 30, 2025
હયાતઉલ્લા એક પણ પૈસો ન આપ્યો
વાજીદ અલી બુખારીના જણાવ્યા અનુસાર હયાતુલ્લાએ એક પછી એક 4 લગ્ન કર્યા હતા. કોર્ટમાં મંગળવારે તેની સાથે બહેન અને ચોથી પત્ની પણ આવી હતી. રાજુદ ઉપર ચોથી પત્ની તેમજ બહેને હુમલો કર્યો હતો. પહેલી પત્ની સાથે છૂટાછેડા લેતી વખતે હયાતુલ્લાએ તેને એક પણ પૈસો આપ્યો ન હતો. ફરિયાદને આધારે પોલીસે રાજદાની ફરિયાદ પર હયાતુલાની ચોથી પત્ની અને બહેન વિરુદ્ધ મારપીટના આરોપમાં ગુનો નોંધ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App