સમગ્ર રાજ્યમાં માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત જ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ અન્ય એક ઘટનાને લઈ રાજ્યમાંથી સમાચાર સામે આવ્યા છે. રાજ્યના નવસારી જીલ્લામાં આરક સિસોદ્રાથી પલસાણા તરફ જઈ રહેલ રોડ પર દારૂ પીને ભાન ભૂલેલા સુરતના 4 નબીરાઓએ પોતાની કાર પુરઝડપે તેમજ ગફલતભરી રીતે હંકારીને રસ્તાની બાજુમાં ઉભેલ વાહનને ઉડાવી દીધી હતી.
જેમાં એક યુવકનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા આ ઘટના પછી દારૂના નશામાં રહેલા 3 યુવાનોની અટકાયત કરવામાં આવી છે જયારે એક યુવાન ઘટનાસ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. સુરતમાં રહેતા વિજયભાઈ મગનભાઈ રામાંણીએ ગ્રામ્ય પોલીસ ફરિયાદ કરી હતી.
જેમાં જણાવાયું હતું કે, જયારે તેઓ બાઇક પર તેમના મિત્ર હરેશભાઈ ત્રિકમભાઈ આંબલિયાની સાથે સાંજે સિસોદ્રાથી પલસાણા બાજુ આવેલા રોડની બાજુમાં બાઈક લઈ ઉભા હતા. આ સમયે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ કારે તેમની બાઈક સાથે અથડાતા હરેશભાઇનું ગંભીર ઇજા થવાને લીધે ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. આમ, બેફામ રીતે કાર ચલાવતા દારૂના નશામાં ધુત કાર ચાલકે એક માંસુમનો ભોગ લીધો છે.
આરોપીઓ યુવાનો અડાજણ-પુણા-વરાછાના રહેવાસી:
ફરિયાદમાં જણાવાયું હતું કે, લાલ ક્લરની કારના ચાલક પી. બ્રીજ અરૂણભાઈ સોજીત્રા (રહે- લીલીયારોડ અમરેલી) તેમજ તેના મિત્રો વરૂણ મનોજભાઇ ખુરાના (રહે-અડાજણ પાલ સુરત), જીગ્નેશભાઇ ઝીણાભાઈ કાનાણી (રહે-પુણાગામ,સુરત) નો તેમજ ફરાર થઈ ગયેલા સાગર ઘનશ્યામભાઇ વેકરીયા (રહે યોગીચોક, સુરત ). આ તમામ લોકો દારૂ પી ને કારમાં સવાર થઈ કાર ચાલકે દારૂ પી ડ્રાઇવીંગ કરવાથી અકસ્માત થશે છતાં કાર પુરઝડપે હકારી રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.