પિતા સાથે વાત કરતા કરતા ઢળી પડ્યા પ્રતિષ્ઠિત હોટલના માલિક, CCTVમાં કેદ થઇ જીવનની અંતિમ ક્ષણ

રાજ્યમાં હાર્ટ અટેક થી છેલ્લા દોઢ મહિનામાં આઠ મોત થઈ ચૂક્યા છે ત્યારે વધુ એક હાર્ટ એટેક બનાવ સામે આવતા લોકોમાં ફફડાટ મચ્યો છે. છેલ્લા…

રાજ્યમાં હાર્ટ અટેક થી છેલ્લા દોઢ મહિનામાં આઠ મોત થઈ ચૂક્યા છે ત્યારે વધુ એક હાર્ટ એટેક બનાવ સામે આવતા લોકોમાં ફફડાટ મચ્યો છે. છેલ્લા ઘણા સમયથી હાર્ટ અટેકની ઘટનાઓએ વેગ પકડ્યો છે. ક્યારે ક્રિકેટ રમતા-રમતા તો… ક્યારેક ચાલતા-ચાલતા તો… ક્યારેક નાચતા-નાચતા લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે. હાલ ગુજરાતના દબાણમાંથી વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. જેમાં મોપેડ બાઈક પર શાંતિથી બેઠેલો યુવક અચાનક ઢળી પડે છે અને ગણતરીની સેકન્ડોમાં પ્રાણ પંખીડું ઉડી જાય છે.

મિત્રો, હાર્ટ એટેકની સંખ્યામાં વધારો થતા લોકોમાં ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે સંઘપ્રદેશ દબાણમાં આવો જ એક બનાવ-બનતા લોકોમાં ચકચાર મચી ગયો છે. મળતી માહિતી અનુસાર, એક હોટલ સંચાલકને હોટલના કમ્પાઉન્ડમાં જ હાર્ટ એટેક આવી ગયો હતો, અને દસ સેકન્ડમાં જ મોતને ભેટ્યો હતો. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવી માં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, કેવી રીતે મોપેડ પર બેઠેલો યુવક અચાનક જ ઢળી પડે છે અને ગણતરીની સેકન્ડોમાં મોતને ભેટે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ હાર્ટ એટેકથી થયેલી મોતના અનેક વીડિયો સામે આવ્યા છે. હાલ દમણમાં બનેલી ઘટનાના લાઇવ સીસીટીવી સામે આવ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક થયેલી મોપેડ પર આ યુવક બેઠો છે. થોડા સમયમાં અચાનક યુવક મોપેડ પરથી ઢળી પડે છે અને નીચે પડી જાય છે. યુવકને પડતા જોઈ આસપાસમાં બેઠેલા લોકો પણ તેની પાસે આવી પહોંચે છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મિત્રો જાણવા મળ્યું છે કે, હાર્ટ એટેક સમય આ વ્યક્તિ તેના પિતા સાથે ફોનમાં વાત કરી રહ્યો હતો. ત્યારે અચાનક કેવી ઘટના બની કે પિતા સાથે વાત કરતા-કરતા 52 વર્ષીય દિપક ભંડારી પરથી અચાનક ઘણી પડે છે. અને ગણતરીની સેકન્ડોમાં જ મોત આંબી જાય છે. જાણવા મળ્યું છે કે દીપક ભંડારી દમણના દેવકાની પ્રતિષ્ઠિત હોટલના માલિક હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *