વડોદરામાં વધુ એક લવ જેહાદનો કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવી…

વડોદરામાં લવ જેહાદના અનેક બનાવો સામે આવી રહ્યા છે. ફતેગંજ વિસ્તારમાંથી વધુ એક બનાવ સામે આવ્યો છે.  ફતેગંજ પોલીસ સ્ટેશનમાં એક પીડિતાએ તેના પતિ, જેઠ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ બનાવ અંગે નવાયાર્ડ સંતોકનગરમાં રહેતા મોહિબ પઠાણ, તેના ભાઈ મોહસીન અને પિતા ઈમ્તિયાઝની ધરપકડ કરી છે.

આ 3 વ્યક્તિઓએ પીડિત યુવતીની મરજી વિરૂદ્ધ લવ જેહાદ કરાવ્યો હોવાનો પણ ફરિયાદમાં નોંધ કરવામાં આવી છે. પીડિતા બે વર્ષ પહેલા મોહિબના પરિચયમાં આવી હતી જે બાદ તેના બળજબરીપૂર્વક લગ્ન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તે ગર્ભવતી બની હતી અત્યારે તેને 3 મહિનાનું બાળક પણ છે. મોહિબ પીડિતાને ખરાબ વિડીયો બતાવી દુષ્કર્મ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. લગ્ન બાદ યુવતીનું નામ બદલાવી ‘માહિરા’ કર્યું હતું. એટલું જ નહિ લગ્ન બાદ જન્મેલા બાળકનું નામ પણ બદલવામાં આવ્યું હતું. પોલીસે હાલમાં ત્રણેય આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે.

ઉલ્લેખનીય છે કે, લવ જેહાદ અંગે ગુજરાત સરકારે તાજેતરમાં ધર્મ સ્વતંત્ર સુધારા અધિનિયમ અંગે નો કાયદો બનાવ્યો હતો. તે બાદ વડોદરામાં પ્રથમ વખત આ ગુના હેઠળ ફરિયાદ દાખલ થઇ છે જેમાં મુસ્લિમ યુવકે પોતાની જાતિ છુપાવી સોશિયલ મીડિયા પર ખ્રિસ્તી ધર્મનો હોવાનું જણાવી એક યુવતીને ફસાવી ફોટા વાયરલ કરી બળાત્કાર ગુજાર્યા તે બાદ લગ્ન કરી હિંદુ ધર્મ છોડી મુસ્લિમ ધર્મ અપનાવવા સમીર અબ્દુલ કુરેશી નામના યુવકની ગોત્રી પોલીસે ધરપકડ કરી હતી.

ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી યુવતીએ કરેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર પોતાનું નામ માર્ટિન સેમ અને પોતે ખ્રિસ્તી ધર્મ અપનાવે છે તેમ જણાવી મારી સાથે સંપર્કમાં આવ્યો હતો તેની સાથે સંપર્ક થયા બાદ એક હોટલમાં લઈ જઈ બળજબરીપૂર્વક બળત્કાર કર્યો હતો અને તેના ફોટા પાડી લીધા હતા. જો તે ના પાડશે તો તેના ફોટા વાયરલ કરાવી દઈશ તેમ કહી અવારનવાર શારીરિક સંબંધ બાંધતો હતો. તેણે વારંવાર બળાત્કાર કરતા બે વખત અબોશન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ 2021માં તેણે લગ્ન કર્યા હતા લગ્ન બાદ તેના પરિવારજનો દ્વારા ખબર પડી હતી કે, તે ખ્રિસ્તી નથી પરંતુ મુસ્લિમ છે અને તેનું સાચું નામ સમીર અબ્દુલ કુરેશી છે .

યુવતીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, અગાઉ ધર્મ છુપાવીને બળજબરીપૂર્વક બળાત્કાર કર્યો ત્યારબાદ લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેના પરિવારજનો દ્વારા હિંદુ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે ફરજ પાડી માનસિક ત્રાસ આપતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *