‘વન નેશન વન ઇલેક્શન’ ને મોદી સરકારની મંજૂરી, શિયાળુ સત્રમાં રજૂ થઈ શકે છે બિલ

One Nation One Election: ઉચ્ચસ્તરીય સમિતિએ પહેલા ચરણ તરીકે લોકસભા અને વિધાનસભાઓ માટે એક સાથે ચૂંટણી કરાવવાની તરફેણ કરી હતી.આ અંતર્ગત 100 દિવસની અંદર જ સ્થાનિક ચૂંટણીઓ (One Nation One Election) કરાવવાની વાત કહેવામાં આવી હતી.

એક દેશ એક ચૂંટણી(One Nation One Election) ને લઈને ઉચ્ચસ્તરીય સમિતિનો રિપોર્ટ બુધવારના રોજ કેન્દ્રીય મંત્રીમંડળ સામે રજૂ કરવામાં આવ્યો હતો. આ કેબિનેટમાંથી પણ આ રિપોર્ટને મંજૂરી મળી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આગામી શિયાળુ સત્રમાં આ સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતા વાળી સમિતિએ લોકસભા ચૂંટણીના એલાનથી પહેલા માર્ચ મહિનામાં આ રિપોર્ટ રજૂ કર્યો હતો. કેબિનેટ સમક્ષ રિપોર્ટ રજૂ કરવો એ મંત્રાલયનો 100 દિવસનો એજન્ડાનો એક ભાગ હતો.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળ એ એક દેશ એક ચૂંટણી ઉપર રામનાથ કોવિંદ સમિતિનાં રિપોર્ટનો સ્વીકાર કરી લીધો છે. મંત્રીમંડળ એ સર્વ સંમતિથી આ પ્રસ્તાવને મંજૂરી આપી છે. તેઓએ એવું પણ કહ્યું કે કોવિંદ સમિતિની ભલામણના આધારે આખા ભારત દેશમાં અલગ અલગ મંચ ઉપર ચર્ચા કરવામાં આવશે. મોટી સંખ્યામાં પક્ષો એક સાથે ચૂંટણી કરાવવા માટેનું સમર્થન કરી રહ્યા છે. અમે આવનારા કેટલાક મહિનાઓમાં સામાન્ય મંજૂરી બનાવવાનો પ્રયત્ન કરીશું.

લોકસભા વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવાની રજૂઆત
ઉચ્ચસ્તરીય સમિતિએ પહેલા ચરણ તરીકે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓ માટે એક સાથે જ ચૂંટણી કરવાની ભલામણ કરી છે. જોકે આ ભલામણના 100 દિવસના અંદર જ ચૂંટણી કરાવવા માટેની વાત કરવામાં આવી છે. સમિતિની ભલામણ ઉપર વિચાર કરવા માટે એક ખાસ કમિટીની રચના પણ કરવામાં આવી છે. સમિતિના જણાવ્યા અનુસાર એકસાથે ચૂંટણી કરાવવાથી સંસાધનોની બચત હશે. ચૂંટણી પાછળ થતો ખર્ચો પણ ઓછો થશે. આનાથી લોકતાંત્રિકના પાયા મજબૂત બનશે.

એક સરખી મતદાર યાદી અને મતદાન પત્રક તૈયાર કરવાની વાત
સમિતિએ રાજ્ય ચૂંટણી અધિકારીઓ પાસે પોતાના વિચારો રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે. હાલ ભારતનું ચૂંટણી પંચ લોકસભા અને વિધાનસભા ચૂંટણી ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. નગરપાલિકા અને મહાનગરપાલિકા તેમજ પંચાયતોની ચૂંટણી માટે સ્થાનિક કમિટી તેની દેખરેખ રાખે છે. જણાવવામાં આવ્યું છે કે સમિતિએ 18 સંવેધાનીક ફેરફારો કરવાની રજૂઆત કરી છે જેમાંથી મોટાભાગે રાજ્ય વિધાનસભાઓ માંથી સમર્થનની જરૂર નહીં હોય.