ડુંગળીનાં માત્ર 4 થી 5 રૂ. મળતા ખેડૂત યાર્ડમાં જ ચોધાર આંસુએ રડ્યા- જુઓ અહી

લોકડાઉનનો ફાયદો ઉઠાવી વેપારી અને દલાલોના કારસાનો ભોગ બનેલા ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો પડધરીના એક ખેડૂત રીતસર ચોધાર આંસુએ રડી પડ્યા હતા અને મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી હતી. કોરોના કહેર વચ્ચે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચનાર ખેડૂત સરેઆમ લૂંટાઈ રહ્યો છે. ખેડૂત પાસેથી જે ડુંગળી વેપારીઓ જુના માર્કેટિંગ યાર્ડમાં બે થી પાંચ રૂપિયા પ્રતિ કિલો ખરીદી રહ્યા છે તે જ ડુંગળી બજારમાં ગ્રાહકોને 20 થી 25 રૂપિયા કિલો મળી રહી છે.

રાજકોટ કિસાન સંઘ પ્રમુખ દિલીપ સખીયા અને તેમની ટીમ દ્વારા આજરોજ જુના માર્કેટિંગ યાર્ડની મુલાકાત લેવામાં આવી હતી. આ સમયે કેટલાક ખેડૂતો પોષણક્ષમ ભાવ ન મળતા હોવાની રજૂઆત કિસાન સંઘના આગેવાનોને કરી હતી. ખેડૂતોએ કિસાન સંઘના આગેવાનોને રજૂઆત કરી હતી કે, તેમનો માલ માર્કેટિંગ યાર્ડમાં  હરાજી વગર જ વેચી નાખવામાં આવે છે. જેના કારણે તેમને પોષણક્ષમ ભાવ મળતો નથી.

યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યું હતું કે, માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના ઓછા ભાવ મળી રહ્યા છે તે વાત સાચી છે. આ અંગે હું મુખ્યમંત્રીને રજૂઆત કરશ કે ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે.

પડધરી તાલુકાના દીપકભાઈ નામના ખેડૂતે જણાવ્યું હતું કે, મેં આ વર્ષે દસ વીઘાની અંદર ડુંગળીનું વાવેતર કર્યું હતું. ડુંગળીના એક વીઘાના વાવેતર પાછળ તેમને પાંચથી છ હજાર જેટલો ખર્ચ થયો હતો. ત્યારે હાલ તેમને 2500 મણ ડુંગળીની ઉપજ થઈ છે. તો સાથે જ તેમણે છેલ્લા બે વર્ષથી પાક ધિરાણ પણ ચૂકવી શક્યા નથી. ત્યારે કોરોનાના કહેર વચ્ચે યાર્ડના સત્તાધીશો આ તમામ મામલે અજાણ હોવાનુ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. કોરોનાના કહેર વચ્ચે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચનાર ખેડૂત સરેઆમ લૂંટાઈ રહ્યા છે. ખેડૂત પાસેથી જે ડુંગળી વેપારીઓ જુના માર્કેટિંગ યાર્ડમાં બેથી પાંચ રૂપિયા પ્રતિ કિલો ખરીદી રહ્યા છે તે જ ડુંગળી રિટેલ માર્કેટમાં ગ્રાહકોને 20 થી 25 રૂપિયા કિલો મળી રહી છે.

ખેડૂતોનું કહેવું છે કે તેમની ડુંગળીની બોરીમાં 52 થી 55 કિલો ડુંગળી હોવા છતાં  તેમને પ્રતિ બોરી માત્ર 40 કિલોના ભાવ જ મળી રહ્યા છે. ખેડૂતોને પ્રતિ બોરી માત્ર 210 થી 220 રૂપિયા જ ચૂકવવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *