ઓનલાઇન આશિકી ભારે પડી, 4 કરોડ અને ઘર બધું જ ગુમાવ્યું મહિલાએ

Dating app fraud: સાયબર ઠગો લોકોની ભાવનાઓનો ફાયદો ઉઠાવી તેમને કેવી રીતે ઠગી રહ્યા છે, તેની એક તાજેતરની ઘટના ઓસ્ટ્રેલિયામાં બની હતી. ઓસ્ટ્રેલિયામાં ઓનલાઈન સાચો પ્રેમ શોધવાના ચક્કરમાં એક મહિલાએ 7,80,000 ઓસ્ટ્રેલિયન ડોલર ગુમાવી(Dating app fraud) દીધા હતા. હકીકતમાં 33 વર્ષનું લાંબુ લગ્નજીવન તૂટ્યા બાદ મહિલા દુઃખી હતી, આ દુઃખમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું હતું. આ દરમિયાન નવા સાથીની શોધમાં મહિલાએ ઓનલાઇન ડેટિંગ શરૂ કર્યું અને તમામ બચત ગુમાવી દીધી અને બે ઘર થઈ ગઈ.

57 વર્ષની એનેટ ફોર્ડને ઓનલાઈન ડેટિંગનો એવો ચસ્કો લાગ્યો કે તે સાયબર ઠગના જાંસામાં આવી ગઈ. તેની વિલિયમ નામના એક વ્યક્તિ સાથે ઓનલાઇન મુલાકાત થઈ, જેણે ઘણા દિવસો સુધી ડેટિંગ કરી તેમનો ભરોસો જીત્યો અને એક દિવસ કહ્યું કે તે ખૂબ ટેન્શનમાં છે કારણ કે કુવાલાલમ્પુર ઓફિસની બહાર એક ઝઘડામાં તેનું પર્સ ચોરી થઈ ગયું. એટલા માટે એને એનેટ પાસે તેણે 5,000 ડોલરની મદદ માગી જેથી તે જરૂરી ઘર ખર્ચ પૂરો કરી શકે.

ચોકાવનારી વાત તો એ છે કે આ મહિલાએ વગર વિચાર્યે ભાવનાઓમાં આવી વિલિયમ્સને પૈસા મોકલી પણ દીધા. હવે આ સ્કેમર ફૂલ આત્મવિશ્વાસમાં આવી ગયો. ત્યારબાદ તેણે મહિલાને કહ્યું કે તે હોસ્પિટલમાં છે અને ડોક્ટરને પેમેન્ટ કરવું છે. મહિલાએ ફરી પાછા પૈસા મોકલી દીધા.

સ્કેમરને  લાગ્યું કે હવે આ મહિલા તેના ચંગુલમાં ફસાઈ ચૂકી છે. ત્યારબાદ હોસ્પિટલ બીલ, હોટલમાં રોકાવાથી લઈને સ્ટાફને આપવા માટે પૈસાના નામે તેની પાસેથી અલગ અલગ રીતે પૈસા માગ્યા અને કહ્યું કે કોઈ બેંકનું કાર્ડ નથી ચાલી રહ્યું. ત્યારબાદ આ મહિલાને શક થયો અને વિલિયમને ફટકાર લગાવી. પરંતુ તે ફરીથી તેની વાતોમાં આવી ગઈ.

ડેલી મેલ ના છપાયેલ રિપોર્ટ અનુસાર આવું કરીને વિલિયમએ મહિલા પાસેથી ત્રણ લાખ ઓસ્ટ્રેલિયન ડોલર ઠગી ચુક્યો હતો. મહિલાનો આરોપ છે કે તેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે, પરંતુ કોઈ જવાબ મળી રહ્યો નથી. દિલચશ્પ વાત તો એ છે કે 2022માં આ મહિલાને ફેસબુક પર નેલ્સન નામના એક અન્ય સ્કેમર સાથે મુલાકાત થઈ અને ઓનલાઈન રોમાંસના ચક્કરમાં ફરી દગો મળ્યો હતો. નેલ્સને તેની પાસેથી 2 લાખ 80 હજાર ઓસ્ટ્રેલિયન ડોલર પડાવ્યા હતા.