ઓનલાઈન ગેમ પાછળ ૧૨ વર્ષના બાળકે બેંક એકાઉન્ટ કરી નાખ્યા ખાલી, ઘરે ખબર પડી ત્યાં તો…

ઓનલાઈન ગેમ તેના બાળકોની સાથે પરિવારને પણ ભારે પડી છે. ઓનલાઈન ગેમમાં છત્તીસગઢની એક મહિલાએ 3 મહિનામાં 3.22 લાખ ગુમાવ્યા છે. તેમના એકાઉન્ટમાંથી રકમ કપાતા તેમણે ઓનલાઈન કૌભાંડની આશંકા વિશે FIR નોંધાવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ગેમનું લેવલ અપગ્રેડ કરવા માટે મહિલાના 12 વર્ષના દિકરાએ ગેમમાં ઉપયોગ થતાં હથિયાર ખરિદ્યા હતા.

મળતી માહિતી અનુસાર, પીવી-12 મિડલ સ્કૂલમાં ટીચર શુભ્રા પાલના ખાતમાંથી 8 માર્ચથી 10 જૂન સુધી 278 વાર ટ્રાન્ઝેક્શન થયું છે. તે દરમિયાન તેમના ખાતામાંથી 3.22 લાખ રૂપિયા કપાયા છે. તેથી તેમણે 11 જૂને ફરિયાદ કરી હતી. ખાસ વાત એ છે કે, જેટલી વાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું ત્યારે તેમને એક પણ વખત ઓટીપી આવ્યો નથી.

બેન્ક દ્રારા ખબર પડી કે, મોબાઈળ નંબરથી જ રૂપિયા ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે. ઓનલાઈન ગેમ રમવા અને ગેમિંગ લેવલને અપગ્રેડ કરવા માટે આ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મહિલાનો દિકરો ‘ફ્રી ફાયર’ ગેમ આ મોબાઈલથી જ રમતો હતો. જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો છે.

પોલીસ દ્રારા જાણવા મળ્યું છે કે, આ વિસ્તારના ઘણાં બાળકો આ ગેમ રમે છે. તેમાંથી આ રીતે ઘણાં બાળકોએ  ઓનલાઈન હથિયારની ખરીદી કરી છે. જોકે પરિવારજનોનો આરોપ છે કે, બાળકે કોઈના કહેવાથી ગેરમાર્ગે દોરાઈને  આ કર્યું છે. બાળકો ઘરમાંથી મળતી પોકેટમની અને રૂપિયા ચોરી કરીને ખર્ચ કરી રહ્યા છે. જેમની પાસે ઓનલાઈનની સુવિધા નથી, તેઓ કોઈ અન્યને ઓનલાઈન ખરીદવા માટે રોકડા પૈસા આપી રહ્યા છે.

અગાઉ રાયગઢના સારંગઢમાં ઓનલાઈન ગેમિંગ માટે ઉધાર લેવામાં આવેલી રકમના કારણે 17 વર્ષના વિદ્યાર્થી લક્ષેન્દ્ર ખૂંટની તેના જ મિત્ર ચમન ખૂંટે માર્ચમાં હત્યા કરી હતી. 4 દિવસ પછી વિદ્યાર્થીનો મૃતદેહ ગામથી 3 કિમી દૂર જંગલમાંથી મળ્યો હતો. વિદ્યાર્થી 9માં ધોરણમાં ભણતો હતો અને તેના માતા-પિતા જમ્મુમાં મજૂરી કરે છે. તે ગામમાં તેના દાદા અને નાના ભાઈ સાથે રહેતો હતો. એક દિવસ તે ઘરેથી નીકળ્યો અને પછી ગુમ થઈ ગયો હતો.

કોરોનાના કારણે ખરીદી, પેમેન્ટ સાથે અભ્યાસ પણ ઓનલાઈન થઈ ગયો છે. આ સંજોગોમાં બાળકો પણ હવે મોબાઈલનો વધારે ઉપયોગ કરી રહ્યા છે. બાળકોને મોબાઈલમાં ઓનલાઈન સુવિધા આપવાની સાથે બાળકોને તેની સારી અને ખરાબ બંને વાતોની જાણ હોવી જરૂરી છે. મોબાઈલનો ઉપયોગ કરતી વખતે બાળકો પર નજર રાખવી જરૂરી છે. બાળકો મોબાઈલમાં શુ રમી રહ્યા છે તેની માહિતી રાખવી જોઈએ. બાળકોને પોતાની સામે જ ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરવાની મંજૂરી આપવી.

ફ્રી ફાયર ગેમ પણ એક ઓનલાઈન બેટલ ગ્રાઉન્ડ ગેમ છે. તેને ઓનલાઈન સિંગલ અથવા ગ્રૂપમાં રમી શકાય છે. ગેમ રમનાર એક સૈનિક બીજા સૈનિક સાથે લડે છે. અંતે જે બચી જાય છે તે વિજેતા બને છે. આ ગેમ ફ્રીમાં પણ રમી શકાય છે પરંતુ તેમાં ખેલાડીને અન્ય કોઈ સુવિધા મળતી નથી. બાળકો પહેલા આ ગેમ ફ્રીમાં રમતા હતા. એક વાર ગેમની લત લાગી ગયા પછી તેને અપગ્રેડ કરવા માટે બંધૂક અને અન્ય હથિયાર ખરીદે છે. તે માટે ઓનલાઈન રૂપિયા ભરવા પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *