OPPO F27 Pro Plus આ તારીખે થશે લોન્ચ; જાણો તેની કિંમત અને નવા ફીચર્સ

OPPO F27 Pro Plus Launch: ભારતીય બજારમાં ઘણા મોટા ફોન ઉત્પાદકો છે જેઓ બજારમાં તેમના મોટા હેન્ડસેટ લોન્ચ કરતા રહે છે. Oppo તે કંપનીઓમાંથી (OPPO F27 Pro Plus Launch) એક છે જે લોકોમાં મિડ રેન્જ ફોન માટે જાણીતીરહી છે. આ કંપની તેના બજેટ ફ્રેન્ડલી ફોનને વિવિધ ફીચર્સ સાથે રજૂ કર્યા છે, તે ટૂંક સમયમાં ભારતીય બજારમાં વધુ એક નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે.

આવનારા Oppo F27 Pro Plus 5G ની લૉન્ચ તારીખ પણ કન્ફર્મ થઈ ચુકી છે અને લૉન્ચ પહેલા જ કેટલાક ફીચર્સ પણ લીક ​​થઈ ગયા છે. હેન્ડસેટનો લુક, પિક્ચર, ફીચર્સ અને કિંમત જાણી લેવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ભારતમાં લોંચ કરવાની તારીખ
Oppo એ F27 Pro Plus 5G ની લોન્ચ તારીખની પુષ્ટિ કરી છે. OPPOએ પોતાની સત્તાવાર વેબસાઈટ પર આનું એક માઈક્રો પેજ પણ બનાવાયું છે અને ત્યાં લોન્ચની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર, Oppo F27 Pro Plus 5G ભારતમાં 13 જૂન, 2024ના રોજ લોન્ચ થશે. લોન્ચ ડેટ સિવાય કંપની દ્વારા ડિઝાઇન, કલર ઓપ્શન સહિત કેટલાક સ્પેસિફિકેશન વિશે જાણકારી આપવામાં આવી છે.

ડિઝાઇન
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે Oppo A3 Proને ચીનના માર્કેટમાં એપ્રિલમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેને Oppo F27 Pro Plus 5G ના રિબ્રાન્ડેડ વર્ઝન તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે Oppo F27 Pro Plusની ડિઝાઇન Oppo A3 Pro જેવી જ છે. સાથે જ, કેટલાક સ્પેસિફિકેશન પણ Oppo A3 Pro જેવા જોવા મળશે.

ભારતમાં કિંમત અને ઉપલબ્ધતા
Oppo F27 Pro Plus 5G ને ડસ્ક પિંક અને મિડનાઈટ નેવી જેવા બે કલર વિકલ્પો સાથે ઓફર કરવામાં આવશે. ફોનના બે વેરિઅન્ટ હશે – 8GB + 128GB અને 8GB + 256GB રેમ. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફોન મિડ રેન્જનો સ્માર્ટફોન હશે, જેની કિંમત 25000 રૂપિયાથી 35000 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. Oppo F27 Pro Plus 5G સ્માર્ટફોન ભારતમાં Oppoની સત્તાવાર વેબસાઈટ અને રિટેલ શોપ પર ખરીદી માટે ઉપલબ્ધ રહેશે.

મુખ્ય વિશિષ્ટતાઓ
Oppo દ્વારા આગામી 5G ફોનની કેટલીક વિશિષ્ટતાઓની પુષ્ટિ કરવામાં આવી છે. આ ફોનને ધૂળ, ગંદકી અને પાણીથી સુરક્ષિત રાખવા માટે IP69, IP68 અને IP66 પ્રમાણિત છે. ફોનમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2 સાથે 3D કર્વ્ડ AMOLED સ્ક્રીન હશે. ફોનનું વજન 177 ગ્રામ અને જાડાઈ 7.89 mm હશે. અન્ય સ્પેસિફિકેશન્સ ચીનમાં લૉન્ચ થયેલા Oppo A3 Pro જેવા જ હોઈ શકે છે.

એવી શક્યતા છે કે ફોનમાં 5,000mAh બેટરી હશે, જે 67W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરશે. ફોનની ડિસ્પ્લે 6.7 ઇંચની હોઇ શકે છે, જે 120Hz ફુલ-એચડી + AMOLED વક્ર સ્ક્રીન સાથે હોઇ શકે છે. હાલમાં ફોન વિશે સત્તાવાર માહિતી આવવાની બાકી છે.