ગુજરાતમાં એકસાથે 30 મામલતદારની બદલીનો આદેશ, જુઓ કોને ક્યા મળ્યું પોસ્ટિંગ

Transfer of Mamlatdars in Gujarat: ગુજરાત રાજ્યમાં જુદા જુદા તાલુકા અને કચેરીઓમાં ફરજ બજાવતા મામલતદારની બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે 30 મામલતદારની બદલીઓના આદેશ કર્યા છે. રાજ્યના કેટલાક જિલ્લાના મામલતદારોની બદલી(Transfer of Mamlatdars in Gujarat) કરવા સાથે કેટલીક મહત્વની કચેરીઓમાં ફરજ બજાવતા મામલતદાર કક્ષાના અધિકારીઓની બદલીઓ કરી છે. ખેડા, દેવભૂમિ દ્વારકા, દાહોદ, મોરબી, રાજકોટ, વડોદરા સહિતના અનેક જિલ્લાના મામલતદારોની બદલી કરવામાં આવી છે.

આ જગ્યાએ કરાઈ બદલી
રાજ્ય સરકારે આજે સોમવારે મોડી સાંજે 30 મામલતદારની બદલીઓના આદેશ કર્યા છે. ગુજરાત રાજ્યમાં જુદા જુદા તાલુકા અને કચેરીઓમાં ફરજ બજાવતા મામલતદારની બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં ચોમાસાની શરુઆત થતા જિલ્લાઓમાં ડીઝાસ્ટરની ખાલી જગ્યાઓ પણ બદલીથી ભરાઈ છે.રાજ્યના કેટલાક જિલ્લાના મામલતદારોની બદલી કરવા સાથે કેટલીક મહત્વની કચેરીઓમાં ફરજ બજાવતા મામલતદાર કક્ષાના અધિકારીઓની બદલીઓ કરી છે. ખેડા, દેવભૂમિ દ્વારકા, દાહોદ, મોરબી, રાજકોટ, વડોદરા સહિતના અનેક જિલ્લાના મામલતદારોની બદલી કરવામાં આવી છે.

80 નાયબ મામલતદારની આંતરિક બદલી
અઠવાડિયા પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ખેડા મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત કરી હતી. આ બાદ શુક્રવારે જિલ્લા સમાહર્તા અમિત પ્રકાશ યાદવે મહુધા મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત કરી હતી. જે બાદ રવિવાર રજાનો દિવસ હોવા છતાં ગયા અઠવાડિયે જિલ્લાના 80 નાયબ મામલતદારની આંતરિક બદલી કરવામાં આવી હતી.

જેમાં મહેસુલ, પુરવઠા , ઇ – ધરા સહિતના નાયબ મામલતદારની બદલી કરવામાં આવી છે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં જોડાયેલા નાયબ મામલતદારો સિવાયના તમામ નાયબ મામલતદાર કલેકટર દ્વારા તાત્કાલિક બદલીની જગ્યાએ હાજર થવા સૂચન કરવામાં આવ્યું હતું.

30 જેટલા મામલતદારને બદલીના આદેશ આપ્યા
ગુજરાત ઈન્સ્ટીટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેક્ટર જનરલ તરીકે રાજીવ ગુપ્તા 2026 સુધી કાર્યરત રહશે. અત્રે જણાવીએ કે, રાજ્યમાં ધમધોકાર ચોમાસું શરૂ થઈ ગયો છે ત્યારે ડિઝાસ્ટરમાં ખાલી પડેલી જગ્યા સરકારે બદલીથી ભરાવાનો દોર શરૂ કર્યો છે. જેના પગલે 30 જેટલા મામલતદારને બદલીના આદેશ આપ્યા છે.