મધ્યપ્રદેશના પર્યટન સ્થળ પચમઢીમાં, એક જીજાએ તેના સાળાને બચાવવા માટે મોતનો સામનો કર્યો હતો. દીપડો સાળાને ખેંચીને દૂર લઈ જઈ રહ્યો હતો, પણ જીજાએ સ્ફૂર્તિ બતાવી તેના જડબામાં મુક્કો માર્યો અને તેને ભગાડી દીધો. આ લડાઈમાં યુવકને માથા અને નાકમાં ઈજાઓ થઈ છે. આ ઘટના પચમઢી પાસેના નીમધાન ગામમાં બની હતી. અહીં મજૂરી કરનારા જીજા-સાળો તંબુમાં સૂતા હતા, ત્યારે દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો.
આ ઘટનાની માહિતી મળતા જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલ યુવકને પચમઢી લઈ ગઈ હતી. જે બાદ તેને પીપરીયા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ગુરુવારે રાત્રે લગભગ 12:15 વાગ્યે દીપડો તેના તંબુમાં ઘૂસી ગયો હતો અને હુમલો કર્યો હતો. વાસ્તવમાં પર્યટન સ્થળ તરફ જતા રોડ પર પુલનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. અહીં કામ કરતા 7 જેટલા મજૂરો ટેન્ટમાં જ સૂતા હતા.
ચીસો સાંભળીને જાગી ગયા જીજા
મજૂરોની સાથે સંદીપ અને તેનો 20 વર્ષનો સાળો સંજુ પણ સૂતો હતો. દીપડો ધીમે ધીમે તંબુમાં પ્રવેશ્યો અને સંજુને તેના માથા પર દબાવીને ખેંચવા લાગ્યો. સંજુએ ચીસો પાડતાં સંદીપ જાગી ગયો અને તેણે તરત જ દીપડા સાથે લડ્યો . સંદીપે જણાવ્યું કે સંજુ દીપડાના જડબામાં ફસાઈ ગયો હતો, તેથી તેણે આમતેમ જોયું નહીં અને તેના જડબામાં મુક્કો મારવા લાગ્યો. તે એક હાથે મુક્કા મારતો રહ્યો અને બીજા હાથે સાળાને ખેંચતો રહ્યો.
આટલી લાંબી ચાલી લડાઈ
આ લડાઈ લગભગ 40 સેકન્ડ સુધી ચાલી હતી. આ પછી દીપડો શિકાર છોડીને ભાગી ગયો હતો. કહેવાય છે કે યુવકના ગળા પર પ્રાણીઓના પંજા અને સ્ક્રેચના નિશાન છે. તેના નાક પર પણ ગંભીર ઈજા છે. જો કે યુવક ખતરાની બહાર છે અને તેની હાલત સારી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.