US ડિફેન્સ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે તે ચાઇનીઝ લોંગ માર્ચ 5 બી રોકેટને શોધી રહ્યું છે જે નિયંત્રણ બહાર થઇ ગયું છે અને આ સપ્તાહમાં પૃથ્વીના વાતાવરણમાં ફરીથી પ્રવેશ કરશે. ચાઇનીઝ લોંગ માર્ચ 5 બી રોકેટ પાછલા અઠવાડિયે તેમના અંતરિક્ષ સ્ટેશનના “કોર મોડ્યુલ” ના એક ભાગને લઈને પૃથ્વીની ભ્રમણકક્ષામાં લઇ ગયુ હતું.
પરંતુ તે મિશન પૂર્ણ થયા પછી, રોકેટ પૃથ્વી તરફ પરત ફરતી વખતે આ રોકેટ પોતાના નિયત રસ્તા કરતા અલગ રસ્તે ચડ્યું છે. તે સ્પષ્ટ નથી કે 30-મીટર લાંબુ આ રોકેટ કેવી રીતે નીચે આવશે અને તે બરાબર ક્યાં ઉતરશે. 1990 થી, 10 ટન વજનવાળા કોઈ પણ પાછા અનિયંત્રિત રોકેટ પૃથ્વી પર પડ્યા નથી – અને ચિની રોકેટનું વજન લગભગ 10 ટન હોવાનું માનવામાં આવે છે.
- મારો શું વાંક? પપ્પા સાથે બબાલ થઈ તો મમ્મીએ દીકરાને ધોઈ નાખ્યો, જુઓ વીડિયો
- ધંધામાં સફળતા ન મળતી હોય તો મંગળવારે કરો લીંબુનો આ ઉપાય, ચમકી જશે ભાગ્ય
- ‘Soya Milk’ આ દૂધમાં છે જાદુઈ ખૂબીઓ: રોજ સવારે એક ગ્લાસ પીવાથી રહેશો નીરોગી
- વિદ્યાર્થીનીઓ માટે સરકારની ખાસ ઓફર: બાળકો પેદા કરો અને લઈ જાઓ એક લાખ…
- સસરાએ રાત્રે પુત્રવધૂની બેડરૂમમાં જઈને ઉતાર્યા કપડાં અને પછી કર્યું એવું કૃત્ય કે…જાણો સમગ્ર ઘટના
સીએનએનના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ ચિની રોકેટ 8 મી મેની આસપાસ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે અને યુએસ સ્પેસ કમાન્ડ તેના કાટમાળને અસર પહોચાડી શકશે કે નહી તેવી ચિંતા વચ્ચે રોકેટ કયા માર્ગે આવશે તે શોધી રહ્યું છે.
Out of control 21-TON #Chinese Long March 5b #rocket is falling to Earth and nobody knows where it could land: Fears it could shower debris over New York, Madrid and Beijing
Most of it will burn up, but experts fear chunks will fall on populated areas. pic.twitter.com/Uqf1kBCQ1t— Hans Solo (@thandojo) May 4, 2021
પેન્ટાગોનના યુએસ સ્પેસ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે, “યુ.એસ. સ્પેસ કમાન્ડ અવકાશમાં ચાઇનીઝ લોંગ માર્ચ 5 બી ના સ્થાન વિશે જાણી ગયું છે અને તેના પર ધ્યાન પણ આપી રહ્યું છે, પરંતુ પૃથ્વીના વાતાવરણમાં તેનો ચોક્કસ પ્રવેશના 8 કલાકની પહેલા તે ક્યાં છે તે જાણી શકાશે, આ રોકેટ 8 મી મેની આસપાસ પ્રવેશ કરી શકે છે”
ફોક્સ ન્યૂઝે સ્પેસ મોનિટરિંગ વેબસાઇટને ટાંકીને જણાવ્યું છે કે આશરે 100 ફૂટની આ રોકેટ દર 90 મિનિટે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરી રહી છે અને ન્યુ યોર્ક, બેઇજિંગની ઉત્તરે અને ન્યુઝીલેન્ડથી દક્ષિણ તરફ ના અવકાશમાં ફરી રહી છે.
એસ્ટ્રોફિઝિક્સ સેન્ટરના એક એસ્ટ્રોફિઝિસિસ્ટ, જોનાથન મેંકડોવેએ સીએનએનને કહ્યું કે આ ક્રેશનો ભય હોવા છતાં, તે વિશ્વના કોઈ મહાસાગરોમાં અથવા કોઈ અલગ વિસ્તારમાં ભટકાય તેવી સંભાવના છે. “મને નથી લાગતું કે લોકોએ સાવચેતી રાખવી જોઈએ. થોડું નુકસાન થશે અથવા તે ક્યાંક અથડાશે પણ તેનું જોખમ ખૂબ ઓછું છે”
આ તે સમય આવે છે જ્યારે પશ્ચિમના કેટલાક નિષ્ણાતોએ ચિની સ્ટેશન બનાવવાની પાછળ અને નવી ‘અવકાશ દોડ’ શરૂ કરવા પાછળની ગુપ્ત મહત્વાકાંક્ષા વિશે ચિંતા વ્યક્ત કરી છે. ગયા વર્ષે, આવું જ એક રોકેટ પૃથ્વી પર નીચે પડ્યું હતું. મોટા ભાગના ટુકડાઓ એટલાન્ટિક મહાસાગરમાં પડ્યા હતા. આઇવરી કોસ્ટમાં કાટમાળના ટુકડાઓ પડ્યા હોવાનું સામે આવ્યું હતું, અને નિષ્ણાતોએ ગણતરી કરી કે તે ન્યૂયોર્ક થોડા અંતર માટે બચી ગયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.