સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.
ભારત દેશમાં પ્રથમ વખત કોરોના સંક્રમિત દર્દીઓમાં નવા બે લક્ષણો જોવા મળ્યા છે. દિલ્હીની સર ગંગારામ હોસ્પીટલમાં સાઈટોમેગાલોવાયરસ (CVM) ના પાંચ કેસો આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. સાઈટોમેગાલોવાયરસમાં દર્દીઓને મળમાંથી લોહી પાડવા લાગે છે અને પેટમાં પણ દુખાવો થવા લાગે છે.
દિલ્હીની ગંગારામ હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર કોરોનાની બીજી લહેરમાં આવા પાંચ કેસો નોંધાયા છે. જેમાંથી પાંચ દર્દીઓમાંથી એકનું ઘણું લોહી વહી જવાને કારને અને છાતીમાં વધારે પડતા દુખાવાથી મોત થયું હતું.
ગંગારામ હોસ્પિટલ તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે જેમાં કહ્યું છે કે, એપ્રિલ અને મે મહિનામાં બીજી લહેર દરમિયાન અમે સાઈટોમેગાલોવાયરસ (CVM)ના પાંચ કેસો જોયા છે. કોરોનાથી સંક્રમિત થયાના 20 થી 30 દિવસની અંદર આ દર્દીઓના મળમાંથી લોહી પાડવા લાગ્યું હતું અને પેટમાં પણ દુખવા લાગ્યું હતું જેમના વિશેની ફરિયાદ દર્દીઓ દ્વારા દાખલ કરવામાં આવી હતી.
આ પાંચ દર્દીઓ દિલ્હીના એનસીઆર વિસ્તારના હતા. દર્દીઓની ઉંમર 30 થી 70 વર્ષની હતી. ચાર દર્દીઓએ ઓછા ગેસ્ટ્રોઈટેસ્ટાઈનલ બ્લડિંગની ફરિયાદ કરી અને જેમાં એક દર્દીએ આંતરડા સંબંધિત ફરિયાદ પણ કરી હતી.ગંગારામ હોસ્પિટલના તબીબ અરોરાએ જણાવતા કહ્યું છે કે, એન્ટીવાયરલ થેરાપી દ્વારા આ ત્રણ દર્દીઓની સારવાર કરવામાં આવી છે અને આ દર્દીઓ સાજા પણ થઇ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.