સુરત કાપડ માર્કેટમાં એકસાથે પાંચ કરોડના વેરાની બબ્બે વાર વસૂલાતથી વેપારીઓમાં રોષ

સુરત(ગુજરાત): સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનએ શહેરની 185 ટેક્સટાઈલ માર્કેટો અને ટેક્સટાઈલ માર્કેટની અંદરની દુકાનો પાસેથી પાણી વેરો વસૂલવામાં આવતો હોવાથી વેપારીઓને ડબલ પાણી વેરો ભરવો પડે છે. આ મામલે ફોસ્ટાએ મનપા કમિશનર બંછાનીધિ પાનીને આવેદનપત્ર આપીને દુકાનોનો વેરો માફ કરવા માટેની રજૂઆત કરવામાં આ‌વી છે.

185 ટેક્સટાઈલ માર્કેટો સુરત શહેરના રિંગરોડ પર આવેલી છે અને તેમાં 65 હજાર દુકાનો છે. દરેક ટેક્સટાઈલ માર્કેટનું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કોમન મેઈન્ટેનન્સ લે છે. દરેક માર્કેટની 65 હજાર દુકાનોનું પણ મેઈન્ટેનન્સ લેવામાં આવે છે. આ વેરો કોરોનાકાળમાં મંદી અને મોંઘવારી વચ્ચે વેપારીઓને અસહ્ય બની રહ્યો છે. જેથી ફોસ્ટાને પાણી વેરામાંથી માફી આપવા માટે વેપારીઓ માંગ રજુ કરી રહ્યા હતા. આજે બુધવારે આના સંદભે ફોસ્ટાએ પાલિકા કમિશનરને રજૂઆત કરી છે.

એક અંદાજ પ્રમાણે પાલિકા દ્વારા દરેક દુકાનો મળીને 5 કરોડ રૂપિયા જેટલો પાણી વેરો વસૂલ કરી રહ્યા છે. માર્કેટના વેપારીઓને જે-તે માર્કેટને અને મહાનગર પાલિકાને મળીને બમણો પાણી વેરો આપવો પડે છે. જેથી આ પાણીવેરામાં માફી આપવા માટે ફોસ્ટાએ મનપા કમિશનર બંછાનીધિ પાનીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, દરેક ટેક્સટાઈલ માર્કેટ પાસેથી એસએમસી દ્વારા પાણી વેરો લેવામાં આવે છે અને દરેક દુકાન પાસેથી પણ વેરો લેવામાં આવે છે. વેપારીઓને તેના કારણે જે-તે માર્કેટના એસોસિએશન અને એસએમસીને 2 વખત વેરો આપવો પડે છે. એટલા માટે મનપા કમિશનરને એસોસિએશન દ્વારા વેપારીઓ પાસેથી વેરો નહીં વસૂલવા માટે રજૂઆત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *