APMCમાં નજીવી બાબતે ખેડૂતની હત્યા થતા કોળી સમાજમાં આક્રોશ, ન્યાય માટે બાવળા સજ્જડ બંધનું એલાન

તાજેતરમાં રાજ્યમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. હત્યા તો જાણો લોકો માટે સામાન્ય ખેલ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે બાવળા(bavla)માં થોડા…

તાજેતરમાં રાજ્યમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. હત્યા તો જાણો લોકો માટે સામાન્ય ખેલ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે બાવળા(bavla)માં થોડા દિવસ પહેલા APMCમાં કોળી સમાજના એક ખેડૂત યુવકની હત્યા થઇ હતી. જે મામલે આજે કોળી સમાજ દ્વારા બાવળા બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ હત્યા કેસમાં ઝડપી ન્યાયની માંગણી માટે ખેડૂતો અને કોળી સમાજ દ્વારા બાવળામાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ એલાન બાદ આજે બજારની તમામ દુકાનો બંધ રહી હતી.

નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા આ યુવક પર યાર્ડમાં ક્રિકેટ રમતા લોકો સાથે મારપીટ કર્યા બાદ હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન, ઘણા લોકોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં હિંમત પરમાર નામના યુવકનું મોત નીપજ્યું હતું.

ધોળકા તાલુકાના રનોડા ગામના ખેડૂત હિંમત નરસિંહભાઈ પરમાર 6 તારીખે બાવળા માર્કેટ યાર્ડમાં ડાંગર વેચવા માટે હરાજીમાં આવ્યા હતા. આ દરમિયાન માર્કેટમાં ટ્રેક્ટર પાર્ક કરવા ક્રિકેટ રમતા યુવકો સાથે ઝપાઝપી થઈ હતી. ત્યારે આ યુવકોએ તેમના સાથીઓને બોલાવીને બેટ અને સ્ટમ્પથી માર માર્યો હતો. તેમને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા હિંમતભાઈનું મોત નીપજ્યું હતું.

આ ઘટનાને લઈને આરોપીઓ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં નહિ આવે તો સમસ્ત કોળી સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને જરૂર પડશે તો બાવળા તાલુકાની સમગ્ર જનતાને સાથે લઈને બાવળા બંધનું એલાન પણ કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી. આ દરમિયાન, આજ રોજ કોળી સમુદાય દ્વારા બાવળા બંધનું એલાન આપવામાં આવ્યું છે. બંધનું એલાન પાળતા આજે માર્કેટમાં તમામ દુકાનો પણ બંધ જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *