રાજ્યમાં રહેતા શ્રમિક વર્ગ માટે તેમજ ગરીબીરેખા નીચે જીવન પસાર કરી રહેલ કેટલાક લોકોને રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે હાલમાં રાજ્યમાં કેટલાક વર્ષોથી ચાલી રહેલ રૂપાણી સરકારને બદલે ભુપેન્દ્ર સરકારની નિમણુક થઈ છે.
મંત્રી બ્રિજેશ મેરજાએ લીધો આ નિર્ણય:
ગુજરાત રાજ્યના શ્રમિકો માટે સૌથી સારા સમાચાર સામે આવી રહ્યા છે કે, જે યોજના રૂપાણી સરકારમાં બંધ કરવામાં આવી હતી તે હવે ભૂપેન્દ્ર સરકાર ફરીથી શરૂ થવા માટે જઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા ફરીથી અન્નપૂર્ણા યોજના શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના શ્રમિકો માટે આવ્યા સારા સમાચાર:
આ યોજના એક મહિનામાં ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવતા હવે રાજ્યનાં હજારો શ્રમિકોને ખુબ લાભ થશે. આજે શ્રમ તથા રોજગાર મંત્રી બ્રિજેશ મીરજાએ આ વિશે નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. મહત્વની વાત તો એ છે કે, શ્રમિકોને નજીવા દરે આહાર આપવાની અન્નપૂર્ણા યોજના સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. શ્રમિકોને આ યોજના હેઠળ ફક્ત 10 રૂપિયામાં ટિફિન ભરી આપવામાં આવતું હતું બાદમાં આ યોજનાને રૂપાણી સરકારે બંધ કરી દીધી હતી.
અન્નપૂર્ણા યોજનાની શરૂઆત કરવાનો નિર્ણય:
અહીં નોંધનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા તારીખ 18 જુલાઈ, વર્ષ 2017ના રોજ રાજ્યના જે બાંધકામ શ્રમિકો તથા તેમના પરિજનો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત નક્કી કરવામાં આવેલ શહેરના કડિયાનાકા પર કાઉન્ટર શરૂ કરીને શ્રમિકો-કામદારોને ફક્ત 10 રૂપિયામાં જ ટિફિન ભરી અપાતું હતું.
જેમાં રોટલી અથવા તો થેપલાં, શાક, અથાણું કે ચટણી તથા લીલાં મરચાં આપવામાં આવતાં હતા કે, જેમાં શ્રમિકો જે સમયે કામ પર નીકળે ત્યારે ટિફિન ભરાવી લે એ રીતે સવારનાં 7 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીમાં ત્યાં કાઉન્ટર પર ભોજન વિતરણ કરવામાં આવતું.
એક મહિનામાં અન્નપૂર્ણા યોજના શરૂ કરવાનો નિર્ણય:
આ યોજનાને બંધ કરી દેવામા આવેલ શ્રમિક અન્નપૂર્ણા યોજનાની શરૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે શ્રમ તથા રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ લેતા એક માસમાં અન્નપૂર્ણા યોજના ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પહેલા સરકાર દ્વારા અન્નપૂર્ણા યોજના બંધ કરી દેવામાં આવ્યા હતી. જે ફરીથી શરૂ કરવામા આવશે એવું શ્રમ-રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.