પદ્મશ્રી 128 વર્ષીય યોગગુરૂ બાબા શિવાનંદનો સ્વર્ગવાસ, વારાણસીમાં લીધા અંતિમ શ્વાસ: જાણો તેમના જીવન વિષે

Padma Shri Baba Sivananda passes away: વારાણસીમાં 128 વર્ષીય યોગગુરૂ બાબા શિવાનંદનો શનિવારના રોજ રાત્રે 8.45 વાગે સ્વર્ગવાસ થયો છે. તેઓ છેલ્લા ત્રણ દિવસથી બીએચયુમાં દાખલ હતા. તમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. બાબા શિવાનંદે પોતાનું સમગ્ર જીવન યોગ સાધના સમર્પિત કર્યું હતું. તેઓ સાદું જીવન જીવતા હતા અને જીવ્યા ત્યાં સુધી બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું. ખુદ પીએમ મોદી પણ (Padma Shri Baba Sivananda passes away) શિવાનંદ બાબાની યોગસાધનાના ચાહક હતા. તેઓને 21 માર્ચ 2022 ના રોજ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ પદ્મશ્રીથી સન્માનિત થનારા સૌથી મોટી ઉંમરના વ્યક્તિ છે.

બાબા શિવાનંદ વારાણસીના દુર્ગાકુંડ વિસ્તારમાં કબીર નગરમાં રહેતા હતા. ત્યાં તો તેમનો આશ્રમ છે. વારાણસીના હરિશ્ચંદ્ર ઘાટ પર તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બાબા શિવાનંદના આટલા લાંબા જીવનકાળમાં એક દુઃખ ભરી ઘટના પણ હતી. તેમનો જન્મ 8 ઓગસ્ટ 1896 માં પશ્ચિમ બંગાળના શ્રી હટ્ટીમાં એક ભિક્ષુક બ્રાહ્મણ ગોસ્વામી પરિવારમાં થયો હતો. હાલમાં તે બાંગ્લાદેશમાં આવેલું છે. તેમના માતા પિતા ભીખ માંગીને પોતાનું જીવન નિર્વાહ કરતા હતા. ચાર વર્ષની ઉંમરમાં શિવાનંદ બાબાના માતા પિતાએ તેમની ભલાઈ માટે તેમને નબદલી નિવાસી બાબા ઓમકારાનંદ ગોસ્વામીને સમર્પિત કર્યા હતા.

જ્યારે શિવાનંદ 6 વર્ષના હતા તો તેમના માતા પિતા અને બહેનનું ભૂખને લીધે નિધન થયું હતું, ત્યારબાદ તેમણે પોતાના ગુરુના સાનિધ્યમાં અધ્યાત્મ શિક્ષા લીધી અને તેમની પ્રેરણાથી સમગ્ર જીવન દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું. બાબા શિવાનંદ સમગ્ર જીવન દરમિયાન યોગસાધના કરતા રહ્યા હતા. તેઓનું જીવન સાદગીથી ભરેલું હતું. તેઓ ગમે ત્યાં હોય પરંતુ ચૂંટણીના દિવસે વારાણસી આવી મતદાન કરવાનું ભૂલતા ન હતા. તેમણે વર્ગની શરૂઆતમાં પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચીને પવિત્ર સંગમમાં આસ્થાની ડૂબકી પણ લગાવી હતી.

તેઓ આટલી ઉંમર હોવા છતાં યોગના મુશ્કેલ આસનો સહેલાઈથી કરી લેતા હતા. તેઓ શિવ ભક્ત હતા. આહારમાં તે સાદુ અને બાફેલું ભોજન જ લેતા હતા. તેઓ ચોખા ખાતા ન હતા. તેઓ કહેતા હતા કે ઈશ્વરની કૃપાથી તમે કોઈ વસ્તુ પ્રત્યે લગાવ તેમજ તણાવ નથી. તેમનું કહેવું હતું કે ઈચ્છા જ બધા દુઃખનું કારણ હોય છે. બાબા શિવાનંદ ક્યારેય શાળાએ ન ગયા હતા અને જે કંઈ શીખ્યા છે તે પોતાના ગુરુ પાસેથી શીખ્યા છે. તેઓ અંગ્રેજી પણ ખૂબ સારું બોલતા હતા.

21 માર્ચ 2022 માં દિલ્હીમાં 128 પ્રતિભાશાળી વ્યક્તિઓને રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવેલ પદ્મા સન્માનમાં સૌથી વધારે ચર્ચા થઈ હોય તો તે હતા વારાણસીના બાબા શિવાનંદ. તમને પદ્મશ્રી સન્માનથી નવાજવામાં આવ્યા હતા. બાબા શિવાનંદની સાદગી એટલી હદ સુધી હતી કે તે ઉઘાડા પગે જ રાષ્ટ્રપતિ ભવન આવ્યા હતા. પદ્મશ્રી થી સન્માનની થયા બાદ તેમણે ગોઠણિયા પર બેસી પ્રધાનમંત્રી મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી મોદી પણ પોતાની ખુરશી છોડી તેમના સન્માનમાં જુકી ગયા હતા. બાબા શિવાનંદ રાષ્ટ્રપતિની સામે પણ જુક્યા ત્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ ગોવિંદએ તેમણે નીચા નમી ઉઠાવ્યા હતા.