ક્ષત્રિય આંદોલનમાં સાઈડલાઈન કરાયેલા પદ્મિનીબા એ લાખો રૂપિયાની રોકડી કરી લીધી? પોલીસને શું ફરિયાદ કરાઈ

Padminiba Vala: રાજકોટ ક્ષત્રિય આંદોલન સમિતિ વિવાદનો મામલો સામે આવ્યો છે. જેમાં આંદોલન સાથે જોડાયેલા તેમજ પોતાને સમાજ સેવિકાનો દરજ્જો આપનાર પદ્મિનીબા વાળા(Padminiba Vala) સામે પૈસા ઉઘરવવામાં આવ્યાનો આરોપ લગાવ્યો છે. તેમાં 800 મહિલાઓ પાસેથી 1200 રૂપિયા લેખે લાખો રૂપિયા ઉઘરાવ્યાનો આરોપ છે. ત્યારે પદ્મિનીબા વાળાએ વળતો ઘા કર્યો છે.

આંદોલનના નામે લાખો રૂપિયા પડાવી લીધાં હોવાના આક્ષેપો
મળતી માહિતી અનુસાર, પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય આંદોલનની શરૂઆત કરનારા તેમજ આ આંદોલનને વેગ આપનારા પદ્મિનીબા વાળા ભારે ચર્ચામાં રહ્યા છે.આંદોલનનું સ્વરૂપ મોટું થતાં બાજી તેમના હાથમાંથી છીનવાઈ ગઈ અને મોટા માથાઓએ આંદોલનને કેપ્ચર કર્યું. પછી તો એમાં કોંગ્રેસ પણ આવ્યું આમ આદમી પાર્ટી પણ આવી અને ભાજપ પણ એજ આંદોલનમાં ક્યાં ક્યાંક કોઈ ખૂણેથી કોઈકને કોઈક રીતે ભળ્યું. ત્યારે હવે ખુદ પદ્મિનીબા વાળા સામે જ ઉઠી રહ્યાં છે સમાજને ગુમરાહ કરીને સમાજની મહિલાઓ પાસે આંદોલનના નામે લાખો રૂપિયા પડાવી લીધાં હોવાના આક્ષેપો. શું છે સમગ્ર મામલો એ જાણીએ વિગતવાર…

પદ્મિનીબાએ સાયબર ક્રાઈમ પોલીસમાં અરજી આપી
પદ્મિનીબા સામે આંદોલનના નામે રૂપિયા ઉઘરાવવાના આક્ષેપો થઇ રહ્યા છે.જેમા ક્ષત્રિય આંદોલન માટે સમાજની 800 જેટલી મહિલાઓ પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા હોવાના આક્ષેપો છે. રાજકોટમાં ભાજપના ઉમેદવારના વિવાદિત નિવેદનથી શરૂ થયેલ આંદોલનના પ્રણેતા એવા મહિલાએ આંદોલન માટે ક્ષત્રિય સમાજની 8૦૦ મહિલાઓ પાસેથી 1200 લેખે 9.60 લાખ રૂપિયા ઉઘરાવ્યા હોવાના સંકલન સમિતિના ગ્રુપમાં મેસેજ વાયરલ થયા છે. આ પ્રકારના મેસેજ વાયરલ થતા પદ્મિનીબાએ સાયબર ક્રાઈમ પોલીસમાં અરજી આપી આ વાતને વખોડી કાઢી છે.

‘મને ખોટી રીતે બદનામ કરવા માટે…’
પદ્મિનીબા વાળાએ સાયબર ક્રાઈમમાં અરજી કરી છે કે, મને ખોટી રીતે બદનામ કરવા માટે મારા વિરોધીઓ મારા વિશે ખોટા મેસેજ વાયરલ કરી રહ્યાં છે. તેની સામે કાયદાકિય પગલાં લેવામાં આવે. પોતે સમાજની મહિલાઓ પાસે આંદોલનના નામે પૈસા પડાવ્યા હોવાના મેસજ વાયરલ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ પદ્મિનીબાએ કરી હતી. જો કે આ સાચી હકીકત તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે.

જોહરની ચીમકી આપીને નાટક રચ્યું હતું
ઉલ્લેખનીય છે કે, આ એજ પદ્મિનીબા છે જેમણે રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ બેન દીકરીઓ માટે ઉપવાસ કર્યા હતા. જોહરની ચીમકી આપીને નાટક રચ્યું હતું. અનેકવાર એલફેલ બોલી લોકોને ભડકાવ્યા હતા. તેમજ નાતજાતના વિવાદો પણ ચાલુ કર્યા હતા.

આ સાથે જ પોતાને મુખ્ય હોદ્દા પર રાખવા માટે સમાજના નામે અનેકવાર સંકલન સમિતિ સાથે વાદ વિવાદ કરીને આંદોલન બે ફાટા પડાવી નાખ્યા હતા. જે બાદ તે ધીમે ધીમે ભાજપની તરફેણમાં આવવાના પ્રયાસો કરવા લાગ્યા હતા. તેમજ એવી પણ ચર્ચા ઉઠી હતી કે, પદ્મિની બને તેમના પતિ દ્વારા માર મારવામાં આવ્યો હતો. પણ હાલ તો સૌથી મોટો સવાલ એ જ છે કે, શું ક્ષત્રિય આંદોલના નામે ખરેખર સમાજની મહિલાઓ પાસેથી લાખો રૂપિયા પડાવવામાં આવ્યાં છે?