દુનિયા સામે ભીખ માંગનાર પાકિસ્તાન આવ્યું ભારતની મદદે- કહ્યું ગરીબોને આપીશું રૂપિયા

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ લોકોને કંગાળ બનાવી દીધા છે. ત્યારે કોરોના વાયરસના કટોકટી વચ્ચે પોતાના જ ઘરમાં ખરાબ રીતે ફસાયેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને મદદ કરવાની ઓફર આપી છે. ઈમરાન ખાને એક રિપોર્ટનો હવાલો આપતા દાવો કર્યો હતો કે, ભારતમાં 34 ટકા ઘરોમાં મદદ વગર ખાવાનું એક અઠવાડિયા સુધી પણ ચાલી શકે તેમ નથી. આ રિપોર્ટ ટાંકીને ઈમરાને ભારતને મદદની ઓફર કરી છે.

ઈમરાન ખાને એક સમાચારની લિંક ટ્વીટ કરી કહ્યું હતું કે, ભારતમાં 34 ટકા ઘરોમાં લોકો મદદ વગર એક અઠવાડિયાથી વધુ સમય સુધી ઘર ચલાવી શકે તેમ નથી. હું ભારતની મદદ અને ટ્રાન્સફર પ્રોગામ શેર કરવા માંગું છુ. અમારી કેશ ટ્રાન્સફર પ્રોગામ જનતા સુધી પહોંચી અને પારદર્શિતાને કારણે અમને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રશંસા મળી છે.

અમારી સરકારે 120 અબજ રૂપિયા એક કરોડ પરિવારોને ટ્રાન્સફર કર્યા: ઈમરાન ખાન

પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને વધુમાં કહ્યું છે કે, અમારી સરકારે સફળતાપૂર્વક 120 અબજ રૂપિયા નવ સપ્તાહની અંદર એક કરોડ પરિવારોને પારદર્શી રીતે ટ્રાન્સફર કર્યા છે. જેથી ગરીબ પરિવાર કોરોના વાયરસની મહામારી સામે લડી શકે. અત્રે નોંધનીય છે કે, ઈમરાન ખાન એક રિપોર્ટમાં હતું હતું કે, કોરોના વાયરસને લઈને લાગુ કરવામાં આવેલા લોકડાઉનની ભારત પર ગંભીર અસર પડી છે.

ભારતીયોના ખાતામાં તાત્કાલિક રૂપિયા મોકલવાની જરૂર

યૂનિવર્સિટી ઓફ શિકાગો અને મુંબઈની સંસ્થા સેન્ટર ફોર મોનિટરિંગ દ ઈન્ડિયન ઈકોનોમિના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે કે, લોકડાઉનના કારણે લગભગ 84 ટકા ભારતીયોના ઘરોમાં આવકમાં ઘટાડો થયો છે. કુલ પરિવારમાં એક તૃતિયાંશ પરિવાર મદદ વગર એક અઠવાડિયું પણ ચલાવી શકે તેમ નથી. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીયોના ખાતામાં તાત્કાલિક રૂપિયા મોકલવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *