આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરી રહ્યા હતા, ભારતે છોડી ખતરનાક મિસાઈલ અને…. – જુઓ લાઈવ વિડીયો

ભારતમાં પાકિસ્તાની આતંકવાદીઓ ઘૂસણખોરી કરાવવાનો પ્રયાસ કરી રહેલી પાકિસ્તાની સેનાને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાને એલઓસી પર સતત ફાયરિંગ ચાલુ રાખતા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું. મિલિટ્રી ઈન્ટેલિજન્સને હાલમાં જ આ વાતના ઈનપુટ્સ મળ્યા હતા કે પાકિસ્તાની સેના નોર્થ કાશ્મીર અને કેજી સેક્ટરના કેટલાંક વિસ્તારોમાં ઘૂસણખોરીનું ષડયંત્ર રચી રહી છે. ભારતીય સેનાના જવાનો સતત એલઓસી અને સીમા સાથે જોડાયેલા વિસ્તારો પર નજર રાખી રહ્યા હતા. ભારતીય સેનાએ એલઓસી પર આવેલી પાકિસ્તાની ચોકીઓને નિશાન બનાવી એન્ટિ ટેન્ક મિસાઈલ એટેક દ્વારા ઘણી ફૉરવર્ડ પોસ્ટ નષ્ટ કરી છે.

સામાન્ય રીતે પાકિસ્તાની ફાયરિંગનો જવાબ મોર્ટાર એટલે કે ,નાના બારૂદી ગોળા દ્વારા આપવામાં આવતો હોય છે. પરંતુ પાકિસ્તાની સૈન્યએ વારંવાર ચેતવણી છતાં ફાયરિંગ બંધ કર્યું ન હતું. માટે ભારતીય સેનાએ આકરો જવાબ આપ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે આ કાર્યવાહીમાં પાકિસ્તાનના ઘણાં સૈનિકોના મોત થયા છે. ભારતીય સેનાએ પોતાના આ ઑપરેશનની જાણકારી આપતા તેનો એક વિડીયો પણ જાહેર કર્યો છે.

ભારતીય સૈન્યએ આ પ્રહારનો વીડિયો પણ જાહેર કર્યો હતો. જેથી પ્રહાર થયો છે કે કેમ એ અંગે કોઈને પુરાવા માંગવાની જરૂર ન પડે. વીડિયોમાં પાકિસ્તાની બાંધકામો વિસ્ફોટ પછી કાટમાળમાં ફેરવાતા સ્પષ્ટ જોઈ શકાય છે. પાકિસ્તાન નિયમિત રીતે સાડા સાતસો કિલોમીટર લાંબી લાઈન ઑફ કન્ટ્રોલ પર ફાયરિંગ કરતું રહે છે. પાકિસ્તાન એ રીતે ભારતીય સૈન્યને છંછેડતું રહે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય સેનાની આ જડબાતોડ કાર્યવાહીમાં પાકિસ્તાન રેંજર્સ અને આર્મીના ઘણાં જવાનોના મોત થયા છે. પાકિસ્તાનની 3-4 પોસ્ટ્સને ભારે નુકસાન થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *