પાલનપુર-અમદાવાદ હાઇવે પર ટ્રેલર, ટ્રક અને ગાડી વચ્ચે સર્જાયો ટ્રીપલ અકસ્માત; ગાડીમાં સવાર 3 લોકોના મોત

Palanpur highway accident news: રાજ્યમાં દિવસે ને દિવસે અક્સમાતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. હાલ પાલનપુર-અમદાવાદ હાઈવે પરથી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જેમાં ટ્રેલર, ટ્રક અને ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ગાડીમાં (Palanpur highway accident news) સવાર 3 લોકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા તેવા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતમાં 3 લોકોએ જીમ ગુમાવ્યો
નેશનલ હાઈવે આખો દિવસ મોટા હેવી વાહનોથી ધમધમતો જોવા મળતો હોય છે. આ અકસ્માત સર્જાતા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. હાઈવે પર ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. આ અકસ્માતની જાણ ઈમરજન્સી 108 ને કરતા ઈમરજન્સી 108 ઘટનાં સ્થળે પહોંચી 3 ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર માટે મોકલી દેવામાં આવ્યા હતા.

પોલીસ દ્વારા ટ્રાફિક ક્લીયર કર્યો
આ અકસ્માતના કારણે નેશનલ હાઈવે પર ટ્રાફિમ જામ થતા પોલીસ દ્વારા તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ત્મોર્ત્મ માટે મોકલી દેવામાં આવ્યા હતા. તેમજ તાત્કાલીક ધોરણે ટ્રાફિક ક્લીયર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.