સુરતમાં માસ્ક નહિ પહેરવા બાબતે પોલીસે મહિલાને ગાડીમાં બેસાડી અને આચર્યું દુષ્કર્મ- અશ્લીલ તસ્વીરો લઇ વારંવાર માણ્યું સુખ અને બનાવી ગર્ભવતી

આજકાલ જયારે દુષ્કર્મના કિસ્સા સતત સામે આવી રહ્યા છે ત્યારે સુરતના પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તત્કાલિન પોલીસ કોન્સ્ટેબલે ગત 2020ના એપ્રિલ મહિનામાં એક 33 વર્ષીય પરિણીતાને મોઢા ઉપર માસ્ક નહીં પહેરવા બાબતે મેમો આપવાની ધમકી આપી હતી અને મહિલાને પોતાની કારમાં બેસાડીને દુષ્કર્મ આચાર્યા બાદ મહિલાના અશ્લીલ ફોટા મોબાઇલમાં લઈ લીધા હતા. ત્યારબાદ તે અવારનવાર મહિલાને ફોટો બતાવી બ્લેકમેલ કરતો અને બળાત્કાર કરી ગર્ભવતી બનાવી દીધી હતી. અને મહિલા પાસે બળજબરી ગર્ભપાત પણ કરાવ્યો હતો.

આ ઘટના અંગે આખરે મહિલા દ્વારા પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા હોબાળો મચી જવા પામ્યો છે. મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે 2020ના એપ્રિલ માસ દરમ્યાન ફરજ બજાવતા અને હાલ સુરત જિલ્લાના ઉમરપાડા પોલીસ મથકમાં નોકરી કરતાં પોલીસ કોન્સ્ટેબલ નરેશ કાપડિયા કોવિડ 19 બીમારીના અનુસંધાનમાં લોકડાઉન દરમ્યાન પલસાણા ખાતે ફરજ પર હાજર હતા. આ દરમિયાન પલસાણાની એક સોસાયટીમાં રહેતી 33 વર્ષીય મહિલા દૂધ લેવા માટે સોસાયટીની બહાર નીકળી હતી.

તે સમયે તેણે મોઢા પર માસ્ક પહેરેલ ન હતું. જેથી નરેશ કાપડિયાએ મહિલાને અટકાવી જણાવ્યુ હતું કે, તમારે દંડ ભરવો પડશે અને પલસાણા પોલીસ મથકમાં આવવું પડશે. તેમ કહી મહિલાને જબરજસ્તી ફોરવ્હીલ ગાડીમાં બેસાડી પલસાણાથી નવસારી રોડ પર લઈ ગયો હતો. ત્યારબાદ મોઢા ઉપર સ્પ્રે છાંટી મહિલાને બેભાન કરી દીધી હતી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

આ ઉપરાંત મહિલાના અશ્લીલ ફોટા પણ મોબાઇલમાં લઈ લીધા હતા. અને રાત્રિના 11 વાગ્યાના અરસામાં મહિલાને સોસાયટીના ગેટ પર ઉતારી ગયો હતો. બીજા દિવસે નરેશ મહિલાના ઘરે પહોંચ્યો હતો અને તેના ફોટા બતાવી ધમકી આપી કે, તું કોઈને વાત કરશે તો ફોટા વાઇરલ કરી દઇશ. તારા પતિને જાનથી મારી નાખીશ અથવા તો ખોટા કેસમાં ફસાવી દઇશ.

ત્યારબાદ વારંવાર ભૂતપોરના એક ફાર્મ હાઉસ તેમજ પલસાણા વિસ્તારની કાઠિયાવાડી હોટલ પર લઈ જતો હતો અને મહિલાને કેફી પીણું પીવડાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. આ દરમિયાન મહિલા ગર્ભવતી પણ થઈ હતી. આ અંગે નરેશને જાણ કરતાં તેણે બળજબરી દવા પીવડાવી મહિલાનો ગર્ભપાત કરાવ્યો હતો. આ ઉપરાંત વર્ષ 2021ના એપ્રિલ માસમાં મહિલા સામાજિક પ્રસંગ માટે વતનમાં ગઈ હતી. ત્યારે નરેશે ફોન કરી ધમકી આપી હતી કે, ગામ કેમ ગઈ? વહેલી પરત આવી જા.

મહિલા એક માસ બાદ પરત ફરતા નરેશ મહિલાને ભૂતપોર નજીક બારડોલી રોડ પર એક શેરડીના ખેતરમાં લઈ જઇ ધમકાવી હતી. છેલ્લા એક વર્ષથી આ પ્રકારનો ત્રાસ આપતો હોવાથી મહિલાએ ત્રાસી જઇને ઘરે પરત ફર્યા બાદ આખરે સમગ્ર પ્રકરણ અંગે પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પલસાણા પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, બારડોલીની બી.કે.પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનાં નાંદોદરા ગામના નરેશભાઈ વશરામભાઈ કાપડિયા સુરત જિલ્લાના ઉમરપાડા પોલીસ મથકમાં નોકરી કરે છે. આ ઉપરાંત નરેશભાઈની પત્ની પાર્વતિબેને આપેલી ફરિયાદ મુજબ તેના પતિ જ્યારે પલસાણા પોલીસ સ્ટેશનમાં હતા ત્યારે પલસાણાની ગૌરવ ટાઉનશીપ ખાતે રહેતી એક 33 વર્ષીય મહિલા પતિ નરેશ ભાઈને પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરતી હતી. પરંતુ, નરેશભાઈ ગંગાને વશ થયા ન હતા.

ગંગાએ આ કારણથી પાર્વતિ અને નરેશ સાથે અનેક વખત ઝઘડો પણ કર્યો હતો. આ દરમિયાન નરેશનું ઉમરપાડા બદલી થતાં તેઓ પરિવાર સાથે બારડોલીની બી.કે. પાર્ક સોસાયટી ખાતે રહેવા આવી ગયા હતા. ગઈ 7મી મે 2021ના રોજ પાર્વતિ તેના પતિ નરેશ સાથે પલસાણાથી દીકરાનું પરિણામ લઈ ઘરે પરત ફરી રહી હતી. ત્યારે બી.કે.પાર્ક સોસાયટીના ગેટ પાસે જ પલસાણાની મહિલા આવી પહોંચી હતી અને તેમની બાઇક રોકી નરેશ તેમજ તેની પત્ની સાથે ગાળાગાળી કરી જાતિ વિષયક અપમાન કર્યું હતું.

આ ઉપરાંત તેનો પતિ પણ ત્યાં આવી પહોચ્યો હતો અને ધમકી આપી બંને જણા નાસી છૂટ્યા હતા. બીજા દિવસે 28મી મે 2021ના રોજ સાંજે પણ મહિલા અને તેનો પતિ નરેશના ઘરે પહોંચ્યા હતા. ત્યારે નરેશ અને પાર્વતિ બજાર ગયા હોવાથી ઘરે તેમના બંને દીકરા હાજર હતા. જે પૈકી એકે ફોન કરી હકીકત જણાવતા પાર્વતિ પોલીસને લઈને ઘરે પહોંચી હતી અને પોલીસ મહિલા અને તેના પતિને પોલીસ સ્ટેશન લઈ આવી હતી.

આ દરમિયાન સમાધાનના પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતા. દરવાજો નહીં ખોલતા પાર્વતિના દીકરાને પાર્વતિએ જણાવ્યુ હતું કે, “આજે તો તમે બંને ભાઈ અને તારી મમ્મીને જાનથી મારી નાખીશ, તારી મમ્મીએ મને પલસાણા ખાતે થપ્પડ મારેલ તેનો તો હું બદલો લઇશ અને તારા પપ્પાને હું નોકરીમાંથી કઢાવીશ, અને તારા પપ્પા પ્રેમ નહીં કરતે તો હું છેડતી અને બળાત્કારની ફરિયાદ દાખલ કરાવીશ” તેવી ધમકી પણ આપી હતી. હાલ પોલીસ દ્વારા આ સમગ્ર ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *