બ્રાહ્મણે નહી પણ પોલીસે ગુગલમાંથી શ્લોક વાંચીને લગ્ન કરાવ્યા- ફોટો થયા વાઈરલ

સરકારે કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે દેશભરમાં lockdown લગાડ્યું છે. Lockdown વચ્ચે વિચિત્ર કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે.પોલીસ પણ અત્યાર સુધી પોતાના કાયદાનું પાલન કરાવતી…

સરકારે કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે દેશભરમાં lockdown લગાડ્યું છે. Lockdown વચ્ચે વિચિત્ર કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે.પોલીસ પણ અત્યાર સુધી પોતાના કાયદાનું પાલન કરાવતી અને કડકાઈ બતાવતી અથવા સમાજ સેવા કરતા જોવા મળ્યા છે, પરંતુ તમે કોઈ મહિલા પોલીસ અધિકારીને લગ્નના મંત્ર વાંચતા અને ફેરા કરાવતા નહીં જોઈ હોય.

મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લામાં lockdown વચ્ચે એક અનોખા લગ્ન થયા, જેમાં વાર-વધુ ને ફેરા ફેરવવા માટે કોઈ પંડિત ન મળી રહ્યો હતો. પછી પેટ્રોલિંગમાં નીકળેલી કોટેશ્વર પોલીસ ચોકીમાં પદ ધરાવતી મહિલા એસ આઇ અંજલી અગ્નિહોત્રીએ લગ્ન કરાવ્યા.

લગ્ન કરાવવા માટે તેમણે મંત્રોચાર કર્યો અને કેટલાક મંત્ર ગૂગલની મદદથી પૂર્ણ કર્યા. એસ આઈ અંજલી અગ્નિહોત્રીએ મંત્ર વાંચતા દિપક પ્રગટાવ્યો અને લગ્નના સાત ફેરા ફેરવ્યા. એસ આઈ એ વધુને સાત વચનો સાથે કાયદાનું પાલન કરવાની જાણકારી પણ આપી.

હકીકતમાં નરસિંહ જિલ્લામાં શ્રીનગરમાં રહેતાં લક્ષ્મણ ચૌધરીના લગ્ન નરસિંહના દ્વારા ઈત્વરા બજારની રહેવાવાળી ઋતુ ચૌધરી સાથે નક્કી થયા હતા. બંને પરિવારોએ કાયદેસર લગ્ન કરવા માટે જિલ્લા પ્રશાસનને પરવાનગી પત્ર પણ લખ્યો હતો.

જણાવવામાં આવી રહ્યું છે કે આ વિવાહ કોટેશ્વરના પાર્વતી મંદિરમાં ખૂબ ઓછા લોકોની ઉપસ્થિતિમાં સંપન્ન થયા.પંડિત ન હોવાના કારણે પરિવાર વાળાઓને ત્યાંના બ્રાહ્મણ સમાજ સાથે સંબંધ રાખનારી જડેશ્વરની થાના પ્રભારી અંજલી અગ્નિહોત્રીને વિવાહ સંપન્ન કરાવવાનો આગ્રહ કર્યો અને પોલીસ અધિકારીએ વર-વધુના વિવાહના તમામ રીતિરિવાજો સંપૂર્ણ કરાવ્યા.

પોલીસ સ્ટેશન પ્રભારી અંજલી અગ્નિહોત્રીનું કહેવું છે કે lockdown ચાલી રહ્યું છે અને સોશિયલ distance નું પાલન કરાવવાનું છે. હું ફરજ પર નીકળી હતી ત્યારે મંદિરમાં વર અને વધૂ સહિત આઠ લોકો હાજર હતા. તેમની પરમિશન ચેક કરી તો અમને ખબર પડી કે તેમની પાસે લગ્ન કરવા માટે પરમીશન હતી. વર અને વધૂ પક્ષના લોકોએ કહ્યું કે મેડમ પંડીત ની વ્યવસ્થા નથી થઈ રહી. તમે પણ પંડીત છો તમે લગ્ન કરાવી આપશો તો પણ ચાલશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *