ચાની કીટલીઓ અને દુકાનોમાં પેપર કપ વાપરવા પર પ્રતિબંધ? જાણો શું લેવાયો મોટો નિણર્ય

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) શહેરમાં ચાની કીટલીઓ અને દુકાનો પર પેપર કપ(Paper cup ban) વાપરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, ત્યારે આ અંગે અનેક વિવાદો જોવા મળતા આખરે નિર્ણય લેવાયો કે પેપર કપ વાપરતા વિક્રેતાઓ ઉપર આજથી દંડાત્મક અથવા સીલની કામગીરી કરવામાં નહીં આવે. પરંતું આ વચ્ચે શાસક પક્ષમાં તાલમેલનો અભાવ જોવા મળતા મુદ્દો વિવાદિત બન્યો છે.

મહત્વનું છે કે, અમદાવાદમાં ચાના પેપર કપના નિર્ણયથી મેયર ખુદ અજાણ હોવાનુ સામે આવ્યું છે. આજથી અમલ થનાર નિર્ણય અંગે લેખિત પરિપત્ર નહીં, પરંતુ મ્યુનિસિપલ કમિશનર દ્વારા માત્ર મૌખિક આદેશ જ આપવામાં આવ્યો છે. ત્યારે સત્તાની આ શું રમત ચાલી રહી છે તે અંગે કઈ સમજી શકાતું નથી. તેમજ હવે મ્યુનિસિપલ કમિશનર જાપાનથી આવ્યા બાદ નિર્ણય લેવામાં આવશે.

અમદાવાદમાં ચાના પેપર કપના નિર્ણયથી ખુદ મેયર અજાણ હોવાનું સામે આવ્યું છે. આજથી અમલ થનાર નિર્ણય અંગે લેખિત પરિપત્ર નહીં,પરંતુ મ્યુનિસિપલ કમિશનર દ્વારા માત્ર મૌખિક આદેશ જ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પેપર કપ બેન અંગે AMCમાં થયેલા વિવાદનો મામલે વેપારીઓ પર આજથી દંડાત્મક કે સીલની કાર્યવાહી નહીં થાય તે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સોલિડ વેસ્ટની ટીમ દ્વારા  વેપારીઓને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરના જાપાનથી આવ્યા બાદ નિર્ણય લેવામાં આવશે.

મહત્વનું છે કે, આ પહેલા પણ 20 જાન્યુઆરીથી પેપર કપના ઉપયોગ વિના સંપૂર્ણપણે બંધની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓની જાણ બહાર નિર્ણય થયો હોવાથી વિવાદ સર્જાય જવા પામ્યો છે. જેના કારણે મ્યુનિસિપલ કમિશનર જાપાનથી પાછા આવશે તેના પછી પેપર કપનો ઉપયોગ કરવો કે ન કરવો તે અંગે નિર્ણય કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *