સમાજમાં નશાના અનેક દૂષણો અસ્તિત્વમાં છે, માત્ર તેના પ્રકારો અલગ છે.સામાન્ય રીતે મેટ્રો સિટીમાં કોલેજીયન યુવક-યુવતીઓ માં દારૂ, ડ્રગ્સ જેવા વ્યસનો હોવાનું નું તો જગજાહેર છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સમાજમાં એક નવું દૂષણ આવ્યું છે જે બાળકોની જિંદગીને અંધારામાં ધકેલી દે છે. આ નશો છે વ્હાઇટનર નો.
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં વ્હાઇટનરનો નશો કરવામાં આવતા હોવાનો ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા એક પિતાને પોતાનો પુત્ર વ્હાઇટનરનો નશો કરતો હોવાની માહિતી મળી હતી. જે બાદ પિતાએ વ્હાઇટનર ક્યાંથી લાવે છે તે બાબતની પૂછપરછ કરી હતી. પુત્રએ દુકાનનું નામ આપતા પિતાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી દુકાનદારની ધરપકડ કરી છે.
નરોડાના કૃષ્ણનગરમાં રહેતા 38 વર્ષીય યુવક સિરામિકની દુકાનમાં નોકરી કરે છે. યુવક તેની પત્ની અને 16 વર્ષના બાળક સાથે રહે છે. ગઇકાલે તેઓ ઘરે હતા ત્યારે તેમનો પુત્ર જોરથી નસકોરા બોલાવીને કંઇક સૂંઘતો હતો. પિતાએ પુત્રને આ અંગે પૂછપરછ કરતા કિશોરે તેની પાસે રહેલી સફેદ રંગની ટ્યુબ નીચે ફેંકી દીધી હતી.આ ટ્યુબ જેવી વસ્તુ ઉપાડીને જોતા તેના પર કોરેસ એરાઝ-એક્સ પેન 12 એમ.એલ એવું લખ્યું હતું. જેથી આ બાબતે પૂછતા તેણે કહ્યું કે, આ ટ્યુબ જેવી વસ્તુ તે ન સૂંઘે તો તેને ક્યાંક ચેન નથી પડતું અને તેને કંઈ ગમતું નથી.
જે બાદ પિતાએ આ વસ્તુ ક્યાંથી લાવ્યો તે બાબતે પૂછતા કિશોરે તેના પિતાને ઇન્ડિયા કોલોની રોડ પરના પ્રકાશ જનરલ સ્ટોરમાં આ વસ્તુ મળથી હોવાની વાત કરી હતી. પિતા દુકાને ગયા ત્યારે માલિક પ્રફુલ જોશી ત્યાં હાજર મળી આવ્યા હતા. પિતાએ દુકાનદારને જ્યારે પૂછ્યું કે તેઓ વ્હાઇટનર કેમ 18 વર્ષથી નીચેના બાળકોને વેચે છે? ત્યારે દુકાનના માલિકે ઉડાઉ જવાબ આપ્યો હતો. સાથે દુકાનદારે એવું પણ કહ્યું હતું કે અનેક બાળકો અહીંથી આ વ્હાઇટનર લઇ જાય છે. તેઓ તેનો શું ઉપયોગ કરે છે તેની સાથે તેમને કોઈ લેવાદેવા નથી.
ત્યારબાદ કિશોરના પિતાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે દુકાન માલિક પ્રફુલ જોશીની દુકાનમાંથી 58 વ્હાઇટનર કબજે કરી હતી અને તેની સામે આઇપીસી 284 અને કિશોર ન્યાય અધિનિયમ 25 મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.