Gujarat Weather Forecast: ગુજરાતમાં આવતીકાલ એટલે કે 3 મેથી 8 મે સુધી માવઠાનો માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, (Gujarat Weather Forecast) વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આ ભારે પવનો ફૂંકાઇ શકે છે.
હવામાન વિભાગ 3થી 8 મે સુધીની આગાહી
3 મે 2025ના રોજ કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની શક્યતા છે. તેમજ ભારે પવનો સાથે મેઘગર્જનનાની સંભાવના છે.4 મે 2025ના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. તેમજ ભારે પવનો સાથે મેઘગર્જનનાની સંભાવના છે.
5 મે 2025ના રોજ કચ્છ, મોરબી, પાટણ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. તેમજ ભારે પવનો સાથે મેઘગર્જનનાની સંભાવના છે.
6 મે 2025ના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. તેમજ ભારે પવનો સાથે મેઘગર્જનનાની સંભાવના છે.
7 મે 2025ના રોજ કચ્છના મોટાભાગના સ્થળો તેમજ બનાસકાંઠા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી,નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ક્યાંક ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. તેમજ ભારે પવનો સાથે મેઘગર્જનનાની સંભાવના છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં હવે પ્રિમોનસૂન એક્ટિવિટી શરૂ થશે. ભારે ગાજવીજ, આંધી અને પવન સાથે કેટલાક ભાગમાં વરસાદ થશે. ઉત્તર ભારતના કેટલાક ભાગમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતના કેટલાક ભાગમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આગામી તારીખ 6,7 અને 8 દરમિયાન રાજ્યમાં કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ખેડૂતોના બાગાયતી પાકને નુકસાન થાય એવો પવન ફૂંકાશે. આ પછી તારીખ 11થી 19 દરમિયાન રાજ્યમાં ભારે આંધી અને પવન સાથે વરસાદ થશે. આગામી દિવસોમાં અરબ સાગરમાં હળવું સાઈક્લોન બનવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં હવાનું દબાણ બનશે. તારીખ 12થી 14 દરમિયાન અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસાની ગતિવિધિ શરૂ થશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App