AAP ના હેન્ડસમ નેતા રાઘવ ચઢ્ઢાના પ્રેમમાં પડી પરિણીતી ચોપરા? સાથે ડિનર કરવા નીકળ્યા…

Raghav Chadha with Parineeti Chopra: બોલિવૂડ(Bollywood) અને ક્રિકેટ(Cricket)ના સંબંધોની જેમ સિનેમા જગત(Cinema world) અને રાજકારણ(politics) વચ્ચેનો સંબંધ પણ ઘણો જૂનો છે. તેનું તાજેતરનું ઉદાહરણ અભિનેત્રી…

Raghav Chadha with Parineeti Chopra: બોલિવૂડ(Bollywood) અને ક્રિકેટ(Cricket)ના સંબંધોની જેમ સિનેમા જગત(Cinema world) અને રાજકારણ(politics) વચ્ચેનો સંબંધ પણ ઘણો જૂનો છે. તેનું તાજેતરનું ઉદાહરણ અભિનેત્રી સ્વરા ભાસ્કર(Swara Bhaskar) અને સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ(Fahad Ahmed)ના લગ્ન છે. જ્યાં સુધી લોકો સ્વરા અને ફહાદના સંબંધોને ભૂલી શક્યા નથી, ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, બોલિવૂડ અને રાજકારણ સાથે જોડાયેલા બે લોકો વચ્ચે ફરી એકવાર સંબંધ ખીલી રહ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) ની. હાલમાં બંનેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યા છે.

જો વાત કરવામાં આવે તો હાલમાં પંજાબના આમ આદમી સાંસદ રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. બંને મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર સાથે જોવા મળ્યા છે. એવું માનવામાં આવે છે કે, બંને રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યા હતા. આ તસવીરો સામે આવતાં જ સોશિયલ મીડિયા યુઝર્સ અનુમાન લગાવી રહ્યાં છે કે પરિણીતી અને રાઘવ ચડ્ડા એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

ગઈકાલે સાંજે મુંબઈમાં યોજાયેલી આ મીટિંગ માટે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી બંનેએ સફેદ શર્ટ પહેર્યા હતા. બંનેના કલર કોર્ડિનેટેડ કપડા પહેરવાથી ડેટિંગના સમાચારને હવા મળી રહી છે. જો કે, અત્યારે આ માત્ર અહેવાલો છે, આ સમાચાર પર કોઈની તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. આવી સ્થિતિમાં કંઈપણ કહી શકાય નહી, પરંતુ બંનેની તસવીરો જોઈને ફેન્સ એક જ વાત કરી રહ્યા છે.

નોંધપાત્ર રીતે, રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા બંને સિંગલ છે. આટલું જ નહીં બંને વચ્ચેનું કેનેક્શન ઘણું જૂનું છે. કેવી રીતે? તો એવું છે કે રાઘવ અને પરિણીતી બંનેએ બ્રિટનમાં અભ્યાસ કર્યો છે. આવી સ્થિતિમાં બધા કહે છે કે, રાઘવ અને પરિણીતી પહેલેથી જ એકબીજાના સંપર્કમાં હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *