પાટણમાં 2 રબારી યુવકોને જાહેરમાં છરીના ધા ઝીંકી રહેંસી નાખ્યા, કારણ હતું ચોકાવનારું 

આજકાલ હત્યાના ઘણા કિસ્સા પોલીસ ઉકેલતી હોય છે. હત્યાના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હત્યા જાણે સામાન્ય ખેલ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ફરીવાર એક વાર હત્યાનો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં રબારી સમાજના બે યુવકો પર ફાયરીંગ કરવાની ઘટના સામે આવી છે.

પાટણના હારીજ શહેરમાં ધોળા દિવસે ખુની ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યું છે. આજે સવારે હારીજમાં ખાનગી ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટનામાં રબારી સમાજના બે યુવકો પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો અને બે રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બીજાની સ્થિતી ગંભીર હોવાનું સામે આવ્યું છે.

ઘટના અંગે મળતી માહિતી મુજબ, APMC પાસે આજે ફાયરિંગ થયું હતું. અજાણ્યા શખ્સો દ્વારા બંન્ને યુવકો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગના પગલે લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જોત જોતામાં બાબુ દેસાઇ નામનાં યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. હારિજ માર્કેટિંગ યાર્ડ નજીક આજે રબારી સમાજનાં બે યુવકો પર ફાયરિંગની ઘટનાથી હોબાળો મચી જવા પામ્યો છે.

જાણવા મળ્યું છે કે, છરીના ઘા ઝીંક્યા બાદ આરોપીઓ ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો હતો. હાલ હુમલાખોરોની ભાળ મેળવવાની શરૂઆત કરવામાં આવી છે. આ અંગે પ્રાથમિક રીતે એક જ જ્ઞાતિના યુવકો વચ્ચે અંગત અદાવતમાં હુમલો કર્યો હોવાની પોલીસને આશંકા છે. ફરિયાદ નોંધાયા પ્રમાણે આગળની કાર્યવાહી હાથધરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, યાર્ડના મુખ્ય દરવાજા પર જે જગ્યા પર ખૂની હુમલો થયો હતો તે દરવાજાની દરેક તરફ કેમેરા લગાવવામાં આવ્યા હતાં. જોકે, ખૂની ખેલ યાર્ડના મુખ્ય દરવાજા વચ્ચે બની હોવાથી કેમેરામાં ઘટના કેદ થઇ ન હતી. હાલમાં પોલીસ દ્વારા કેમેરા ચેકિંગ કરીને કોઈ પણ શકમંદ વ્યક્તિની અવર-જવર થઇ હતી કે નથી તેનાં ફૂટેજ મેળવી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *