ગુજરાતમાં કોરોનાને એક વર્ષ પૂર્ણ: રાજ્યની પહેલી પોઝીટીવ યુવતીએ આજે જે કહ્યું… -જાણો વિગતવાર

આજનો દિવસ એટલે કોરોનાનો ગુજરાતમાં જન્મદિન એટલે કે, આજના દિવસે ૧૯ માર્ચ ૨૦૨૦ નાં રોજ રાજ્યમાં આવેલ રાજકોટના નદીમની સાથે જ સુરતમાં પણ પોઝિટિવ કેસ નોંધાયો હતો. સુરતમાં આવેલ પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રહેતી તેમજ લંડનમાં અભ્યાસ કરતી રીટા બચકાનીવાલા કોરોનાગ્રસ્ત થઈ હતી.

આમ, રીટા પણ રાજ્યની સૌપ્રથમ કોરોના સંક્રમિત વ્યક્તિ બની હતી. કોરોનાને ૧ વર્ષ થવા પર કોરોના સંક્રમિતોના જીવનમાં આવેલ પરિવર્તન, સંઘર્ષ તથા કોરોના વોરિયરની કહાનીઓ અહીં જણાવવામાં આવી છે. કોરોનાના અનુભવો વર્ણવતાં રીટા બચકાનીવાલાએ કહ્યું હતું કે, હું લંડનમાં અભ્યાસ કરતી હતી.

અચાનક કોરોનાનો કહેર સમગ્ર વિશ્વમાં પ્રસરી રહ્યો હતો. લંડનમાં પણ કેટલાક કેસ સામે આવ્યા હતા, જેને લઈ હું 14 માર્ચ 2020ના રોજ વતન સુરત આવી ગઈ હતી. અચાનક જ 16મી માર્ચ-2020ના રોજ તાવ આવતાં પરિવારજનો ગભરાઈ ગયાં હતાં.

ફેમિલી ડૉક્ટરનાં સૂચન પછી તાત્કાલિક શહેરની સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે કરાવ્યા પછી ૨ દિવસ માટે આઇસોલેશન વોર્ડમાં રહેવાની ફરજ પડી હતી. મારો પહેલો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જો કે, બીજો રિપોર્ટ પોઝિટિવ આવતાં જ મને 14 દિવસ આઇસોલેશનમાં રહેવું પડશે એવું જણાવવામાં આવ્યું હતું.

મારો પરિવાર તથા મિત્રવર્તુળ ખુબ ચિંતિત થઈ ગયા હતાં. બીજી તરફ મારા ફોટો વાઇરલ થઈ રહ્યા હતા, જેને લઈને માનસિક તણાવમાં આવી ગઈ હતી. મારી પ્રાઇવસી ખુલ્લી થઈ જતાંની સાથે જ હું ખુબ અપસેટ થઈ ગઈ હતી.

‘પરિવાર સમાજથી વિખૂટો પડી ગયું હોય એવો અનુભ્વ થતો’
રીટા બચકાનીવાલા જણાવતા કહે છે કે, હોસ્પિટલમાં કોઈ સમસ્યા ન હતી. 14 દિવસ પછી મને રજા આપવામાં આવી ત્યારે હું અશક્ત હતી. કંઈ સમજ પડતી ન હતી. મારા ઘરની બહાર પાલિકાએ ક્વોરન્ટીન વિસ્તારના બોર્ડ મારી દીધા હતા, જેને લઈ સંપૂર્ણ પરિવાર જાણે સમાજથી વિખૂટો પડી ગયો હોય એવો અનુભવ થતો હતો.

શાકભાજીની લારી હોય અથવા તો કપડાંને પ્રેસ કરવાવાળા ભાઈ કે પછી ઘરકામ કરતી બહેનો, બધા લોકોને આ ઘરને જોઈ ડર લાગતો હોય એવો માહોલ સર્જાયો હતો. ૨ મહિના તો મને ફક્ત નોર્મલ થતા લાગ્યા હતા. ધીમેં-ધીમેં બધું સારું થતું ગયું, જિંદગી ફરી એકવખત પાટા પર આવી ગઈ હોય એમ લાગતું હતું.

જો કે, સાવચેતી રાખવા માટે મને સતત કહેવામાં આવતું હતું. આવા સંજોગોમાં નાનો ભાઈ પણ અમેરિકાથી આવ્યો હતો. હું પાછી લંડન યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ગઈ હતી કે, જ્યાં કોરોના માહામારીને લઈ માહોલ બગડતાં પરત આવી ગઈ હતી.

‘આ બીમારીનો એકમાત્ર ઈલાજ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક’ :
સંક્રમણના 14 દિવસની મુશ્કેલીઓ અંગે રીટા જણાવે છે કે, કોરોના વોરિયર્સ તરીકેના 12 મહિનાએ ઘણુંબધું શીખવી દીધું, સોશિયલ ડિસ્ટન્સિગનું મહત્ત્વ સમજાઈ ગયું તેમજ હવે પાર્ટી તથા લગ્ન પ્રસંગોમાં ઓછી જ હાજરી આપું છું. હા, કોરોનાની સારવારના એ 14 દિવસ હું ક્યારેય નહીં ભૂલું.

એક બાજુ એકલતા તથા બીજી બાજુ મોત આપતી બીમારી સાથે સતત લડવું પરંતુ એ મિત્રો પણ નહીં ભુલાય કે, જેમણે મને સતત વીડિયો તથા વ્હોટ્સએપ-કોલ કરી મારું મનોબળ દ્રઢ બનાવ્યું હતું. આની સાથે જ મને માનસિક તણાવમુક્ત રાખીને મનોરંજન પૂરું પાડ્યું હતું.

હાલમાં હું યોગા તથા મેડિટેશન કરીને સ્વસ્થ રહેવાનાં પ્રયાસ કરું છું, બીજી એક વાત ચોક્કસ કરીશ કે, મેં જે દર્દ સહન કર્યું છે એ મારા પરિવારના કોઈપણ સભ્ય ન કરે, એટલે મેં મારાં માતા-પિતાને કોરોના વેક્સિન અપાવી છે ને હું પણ લઈશ, આ બીમારીનો એકમાત્ર ઈલાજ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક તથા સેનિટાઈઝ જ છે.

આની સાથે સાથે આપને જણાવી દઈએ કે, વેક્સિન લેવી એટલી જ જરૂરી છે એટલે મહેરબાની કરીને મારા દેશના બધા મિત્રો વેક્સિન લઈને તંદુરસ્ત રહેશે એવી જ મારી અપીલ છે.

‘ડર વચ્ચે એક્સ-રે કરવા કોણ જશે એવો દરેકના મનમાં પ્રશ્ન ઊભો થયો’ :
આ મહામારીના ડરની વચ્ચે કોણ જશે એવો તમામ લોકોના મનમાં પ્રશ્ન ઊભો થયો હતો. જો કે, હું પોતે એક સિનિયર એક્સ-રે ટેક્નિશિયન હોવાને લીધે જુનિયરને મોકલું એ પણ યોગ્ય ન હતું એટલે હું પોતે જ આઇસોલેશન વોર્ડમાં એક્સ-રે પાડવા PPE કિટ પહેરીને ગયો હતો.

28 વર્ષનાં કરિયરમાં આવી ભયાનક મહામારીની સામે એક્સ-રે પાડવાનો માહોલ બનાવવો એ પણ એક ખુબ સારો અનુભવ જ રહ્યો છે. મહામારીના સમયથી આજદિન સુધીમાં એટલે કે, એક વર્ષમાં અંદાજે 15,000 થી વધુ કોરોના સંક્રમણ દર્દીઓના એક્સ-રે અમારી ટીમે પાડ્યા છે.

જે-તે સમયે 10 ટેક્નિશિયન હતા, હાલમાં 15 છે. હા, એ સમયની એક વાત ચોક્કસ યાદ રહેશે કે જયારે, સતત દર્દીઓની સંખ્યા વધતી હોવાને લીધે કોવિડ-19 હોસ્પિટલ, ટ્રોમાં સેન્ટર તથા રેડિયોલોજી વિભાગ 24 કલાક ચાલતાં હતાં, હું આ દિવસને યાદ કરીને ભગવાન તમામનું સ્વાસ્થ્ય સારું રાખે એવી જ પ્રાર્થના કરું છું.

એક દિવસ મરવાનું જ છે તો…: સિનિયર નર્સ
જ્યારે સિનિયર નર્સ દેવીલાબેન શાહ જણાવે છે કે, 28 વર્ષના કરિયરમાં સુરતની સિવિલ હોસ્પિટલની નોકરીમાં સૌપ્રથમ કેસ હતો. જો કે, એક દિવસ તો મરવાનું જ છે તો સારું તથા સેવાકીય કામનું ઉત્તમ ઉદાહરણ બનીને કેમ ન જઈએ?

જ્યારે કોરોના પોઝિટિવ દર્દીને સિવિલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. PPE કિટ સહિતની સાવધાની સાથે દર્દીને ઓપરેટ કરવાનું હતું. હું તો તૈયાર જ હતી. દર્દી પણ ખૂબ જ સહકાર આપી રહ્યો હતો તેમજ મનોબળથી મજબૂત હતું. તાવ-શરદીની ફરિયાદની સાથે જ આવ્યો હતો. બસ, પરિવાર નર્વસ હતું, જેમાં તેની માતાને ખૂબ ચિંતા હતી.

‘બે વર્ષ બાદ દીકરી પાછી આવીને જીવલેણ બીમારીમાં સપડાય, આટલું જ નહીં પરંતુ દીકરીની બીમારીને લઈ ઘરમાં કામ કરતા માણસો પણ દૂર ભાગી રહ્યા હતા એટલે ઘરકામથી લઈને દીકરીની સંભાળ સુધીની જવાબદારી એની માતા પર આવી પડી હતી.

દરરોજ મળવા આવતા, અમે 10 ફૂટ દૂરથી માતા-દીકરીનો મેળાપ કરાવતા હતા. ધીરે ધીરે લેપટોપ તથા મોબાઈલ વાપરવાની મંજુરી મળી, ત્યારપછી બધું જ સારું થઈ ગયું હતું. દર્દીને જે કંઈપણ જોઈતું હોય એ અમને કહેતી, અમે જ તેની વસ્તુઓ આપ-લેનું માધ્યમ બન્યા હતા એનો આનંદ હતો.’

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *