Viral friendship video: મિત્રતાના કિસ્સા તો તમે ખૂબ વાંચ્યા અને સાંભળ્યા હશે, પરંતુ સોશિયલ મીડિયા પર હમણાં જે વિડીયો સામે આવ્યો છે, તે જોઈને પહેલા તો તમને ખૂબ હસવું આવશે પછી મિત્રતાની તાકાતનો અનુભવ થશે. વાયરલ થયેલ સીસીટીવી કોઈ (Viral friendship video) હોસ્પિટલના છે, જ્યાં એક દાખલ કરવામાં આવેલ યુવકે જે રીતે પોતાના મિત્રોને સંકટમાં જોઈ અચાનક બેડ પરથી ઉભો થયો, આ જોઈ પબ્લિક ખૂબ મોજ લઈ રહી છે.
ઝડપથી વાયરલ થઈને ફૂટેજમાં તમે જોશો કે યુવકની તબિયત ખૂબ જ ખરાબ છે, જેને બે મિત્રો હોસ્પિટલમાં લાવીને દાખલ કરે છે. યુવકને જોઈને અંદાજો લગાવી શકાય છે કે તે કેટલી હદે બીમાર છે, કારણ કે તે લગભગ બેહોશીની હાલતમાં છે.
પરંતુ થોડી જ ક્ષણોમાં કોઈ વાતને લઈને યુવકના મિત્રોની અન્ય લોકો સાથે મારપીટ થાય છે, તો આ બીમાર યુવક પોતાની જાતને રોકી નથી શકતો અને હાથમાં બાટલો ચડી રહ્યો હોવા છતાં, બેડ પરથી ઉભો થઈ મિત્રો સાથે પોતે પણ મારપીટ કરવા લાગે છે.
मेरा दोस्त हॉस्पिटल मे रिवाइव होने के बाद pic.twitter.com/nVbjemktYB
— Kamal Haasan parody (@Kamal_parody) April 15, 2025
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 15 લાખથી વધારે વખત લોકો જોઈ ચૂક્યા. ક્યારેક કમેન્ટ સેક્શનમાં અવનવી કમેન્ટ આવી રહી છે. એક વ્યક્તિએ કહ્યું કે પહેલા મિત્રતા, ઈલાજ તો બાદમાં પણ થશે. બીજા વ્યક્તિએ કહ્યું કે આવો જુસ્સો ફક્ત દોસ્તીમાં જ જોવા મળે. ત્રીજો વ્યક્તિ લખે છે કે ભાડમાં ગઈ બીમારી, સલામત રહે આપણી દોસ્તી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App