તમારા ઘરે સત્સંગ અથવા કથામાં રાખો આ 5 વાતનું ખાસ ધ્યાન, મળશે બમણો લાભ

Bhajan Kirtan Rules: સનાતન ધર્મમાં ભજન-કીર્તનની અને ધૂનની પરંપરા રહી છે. દરેક નાના-મોટા ખુશીના પ્રસંગે લોકો ભજન અને કીર્તન કરે છે. આવું કરવું ખૂબ જ શુભ હોય છે. એવું માનવામાં આવે છે કે ભજન-કીર્તન(Bhajan Kirtan Rules) કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે, જેના કારણે ઘરમાંથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. ઉપરાંત પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. પરંતુ, જો તમે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખશો તો જ તમને તેનો લાભ મળશે. હવે સવાલ એ છે કે ભજન-કીર્તન કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

ભજન-કીર્તન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
દિશા પર ધ્યાન આપોઃ
ભજન અને કીર્તન કરતી વખતે દિશા પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે ધ્યાન રાખો કે તમારું મુખ પૂર્વ કે ઉત્તર તરફ હોવું જોઈએ. આ બે દિશાઓ સિવાય અન્ય કોઈપણ દિશામાં ભજન-કીર્તન કરવાથી મનમાં ભ્રમ પેદા થઈ શકે છે.

ગણેશ મૂર્તિની સ્થાપના કરોઃ
જો તમે ઘરમાં ભજન-કીર્તનનું આયોજન કરી રહ્યા છો, તો સૌથી પહેલા ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવી જરૂરી છે. ભગવાન ગણેશનું સ્મરણ કર્યા વિના વ્યક્તિ ભજન-કીર્તનનું સંપૂર્ણ પરિણામ મેળવી શકતું નથી.

ગાયના ઘીનો દીવો પ્રગટાવોઃ
તમે જે પણ દેવતાની પૂજા કરી રહ્યા છો તેની સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવો. તેની સાથે જ અગરબત્તી સળગાવો,તેમજ કળશમાં પાણી ભરીને રાખો.આવું ન કરવાથી યોગ્ય ફળ મળતું નથી.

સ્વચ્છતાનું ધ્યાન રાખો:
ઘરમાં ભજન-કીર્તન કરતી વખતે કે આયોજિત કરતી વખતે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આવી સ્થિતિમાં જ્યાં ભજન-કીર્તનનું આયોજન થઈ રહ્યું છે ત્યાં ગંદકી ન હોવી જોઈએ.