ભારતમાં લોકો સેક્સુઅલ પાવર વધારવા માટે લોકો કેવા કેવા ઉપાય કરતા હોય છે. કોઇ તમામ પ્રકારની દવાઓના સેવનથી તો કોઇ ઘરેલું અને આયુર્વેદિક ઉપાયો પણ અજમાવે છે. પરંતુ એ જાણ્યા પછી તમે દંગ રહી જશો કે આજકાલ આવી જ એક વિચિત્ર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં લોકોનું માનવું છે કે, ગધેડાનું માંસ ખાવાથી સેક્સુઅલ પાવર વધે છે. આ સિવાય ત્યાંના લોકો ગધેડાના માંસના બીજા ઘણા ફાયદાઓ હોવાનો દાવો કરે છે.
હાલ ગધેડાઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અહેવાલો મુજબ ગધેડાની કિંમત 15 થી 20 હજાર રૂપિયા છે. ગધેડાનું માંસ 600 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચાઇ રહ્યું છે. આ જ કારણ છે કે, ગધેડાઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અહીં લોકો માને છે કે, ગધેડાનું માંસ ખાવાથી પીઠનો દુ:ખાવો, અસ્થમા દુર થઇ જાય છે. એટલું જ નહીં લોકો માને છે કે, આ માંસ ખાવાથી જાતીય શક્તિ પણ વધે છે. ગધેડાનું માંસ મોટાભાગે પ્રકાશમ, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી અને ગુંટુર જિલ્લામાં ખવાય છે.
ભારતમાં ગધેડાની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં લુપ્ત થઈ રહેલા પ્રાણીઓની યાદીમાં ગધેડાનું નામ પણ શામેલ છે. ગધેડાઓની સંખ્યા વધુ ચિંતાજનક છે. ભારતીય ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયાએ ગધેડાને ‘ફૂડ એનિમલ’ની કેટેગરીમાં નથી મૂક્યો, તેથી તેને મારવા અને તેને ખાવાનું સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. આ ઘટના આંધ્રપ્રદેશની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle