25મી મે એટલે કે મંગળવાર ના દિવસે સૂર્ય રોહિણી નક્ષત્ર માં પ્રવેશ કરી ચુક્યો છે. જેના કારણે 12 રાશિઓ પર શુભ-અશુભ અસર થશે. સૂર્યને લીધે કેટલાક લોકોના વ્યવહારમાં આક્રમકતા પણ આવે છે. કેટલાક લોકોના કામમા બાધા પણ પહોંચી શકે છે. કેટલાક લોકોના સ્વાસ્થ્ય પર પણ તેની અસર જોવા મળશે. 8 જૂન સુધી 12 માંથી 5 રાશિઓ માટે સમય સારો રહેશે નહીં અને આ સિવાય સાત રાશિઓ માટે આ સમય ફાયદાકારક સાબિત થશે.
પુરીના જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ મિશ્રના જણાવ્યા અનુસાર, રોહિણી નક્ષત્રમાં સૂર્ય આવવા પર દેશના અનેક ભાગોમા અચાનક વાતાવરણ બદલાઈ જશે. ગરમી વધશે તો કેટલાક સ્થળે ઠંડી પણ વધશે. સૂર્ય ના નક્ષત્ર પરિવર્તન કરવાથી દેશની અર્થવ્યવસ્થામાં પણ સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે. પ્રશાસન સંબધિત નિર્ણયો આ દિવસોમાં થઈ શકે છે. દેશમાં મોટા પદ પર બેસેલા વ્યક્તિઓના કામકાજ માં ફેરફાર થઈ શકે છે. નવી જવાબદારી અથવા નવું કામ શરૂ થઈ શકે છે.બીમારીઓ ઓછી થઈ જશે અને સકારાત્મક ફેરફાર થવાની સંભાવના છે.
આ પાંચ રાશિના લોકોએ રાખવી પડશે સાવચેતી
ડો.ગણેશ મિશ્ર જણાવે છે કે સૂર્ય ના નક્ષત્ર માં ફેરફાર થવાથી કર્ક,સિંહ,ધન અને મીન રાશિના જાતકો માટે સારો સમય રહેશે. તો મેષ, કન્યા અને મકર રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે. વૃષભ,મિથુન,તુલા,વૃશ્ચિક અને કુંભ રાશિના વિવાદમાં સપડાય શકે છે અને સ્વાસ્થ્ય સંબંધીત મુશ્કેલીઓ પણ આવી શકે છે.
અશુભ પ્રભાવથી બચવા કરો આ કાર્ય
રોહિણી નક્ષત્રના સ્વામી બ્રહા છે અને આ ચંદ્રમાનું પ્રિય નક્ષત્ર છે. સૂર્યના આ નક્ષત્રમાં આવવાથી અશુભ પ્રભાવથી બચવા પીપળ અને મદાર ને જળ અર્પણ કરવું. સૂર્યોદય પહેલા ઉઠી સૂર્ય ને પ્રણામ કરો. તાંબાના વાસણમાં સૂર્ય દેવને જળ ચઢાવો અને આ જળમાં લાલ ચંદન ઉમેરવું.સૂર્ય ને લાલ ફૂલ ચઢાવવા અને જાસૂદ નું ફૂલ ચઢાવવાથી સૂર્ય સંબધિત દોષ નાશ પામે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.