આટઆટલા સંઘર્ષોથી ભરેલું હતું સૂર્યકુમાર યાદવનું જીવન- લોકોના મેણા ટોણા સાંભળી આપઘાત કરી લેવાનું મન થતું પણ…

વિશ્વ ક્રિકેટનો નવો મિસ્ટર 360 ડિગ્રી એટલે સૂર્યકુમાર યાદવ… સૂર્ય (Suryakumar Yadav) ના શોર્ટ અને ક્રિએટિવ ક્રિકેટને જોઇને અન્ય બેટ્સમેન પણ તેને ફોલો કરી રહ્યા છે. એવામાં જ સૂર્યકુમાર યાદવ એ વર્લ્ડ કપમાં 5 મેચમાં 75 ની એવરેજ થી 225 રન પણ બનાવ્યા છે અને હાલ તેઓ T20 ફોર્મેટમાં વિશ્વનો નંબર 1 બેટ્સમેન બની ગયો છે.

સૂર્યકુમાર યાદવના એક સમયની વાત કરીએ તો સુર્યાને ડોમેસ્ટિક અને IPL માં શાનદાર પ્રદર્શન બાદ ટીમ ઇન્ડિયામાં જગ્યા મળી ન હતી તેથી તેમણે મેદાન પર બેટ વડે પોતાનો ગુસ્સો કાઢ્યો હતો અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ટીમ આરસીબી સાથે મુંબઇ ઇન્ડિયન્સ માટે શાનદાર ઇનિંગ રમે અને તેમાં તેમણે ડગઆઉટ તરફ ઈશારો પણ કર્યો હતો. આજે આ સુર્યા યાદવ T 20 માં વર્લ્ડ‌ નંબર વન બેટ્સમેન બની ગયો છે.

એકવાર સૂર્યકુમાર યાદવે વિરાટ કોહલીની ટીમ સામે બેટિંગ કરવા વિકેટ પર પહોંચ્યા ત્યારે તેમની સ્ટાઇલ કંઈક અલગ જ હતી ત્યારે સુર્યા યાદવ એ લગભગ 184 ના સ્ટ્રાઈક રેટ થી 43 બોલમાં 79 રન બનાવ્યા હતા. આ ઉપરાંત 10 ચોગ્ગા અને 3 છગ્ગા પણ માર્યા હતા.

સૂર્યકુમાર યાદવના પારિવારિક જીવન વિશે વાત કરીએ તો સૂર્યકુમાર આજે ભલે આકાશમાં તેમનું નામ ચમકતું હોય છતાં તેઓ પારિવારિક મૂલ્યો ભૂલતા નથી અને તેમાં ઘણો વિશ્વાસ કરે છે. તેમના પિતા દ્વારા જાણવા મળ્યું કે સૂર્યને બાળપણથી જ તેની માતા પ્રત્યે સૌથી વધુ લગાવ હતો અને જ્યારે પણ તે મેચ માટે મેદાન પર ઉતરતા ત્યારે તેઓ તેમની માતાને એકવાર જરૂર ફોન કરે છે અને તેની ઈનિંગ વિશે વાતો પણ કરે છે.

આજે સૌ કોઈ દેશભરના લોકો આ સુર્યા યાદવને ઓળખે છે. તેમના પિતાએ જણાવ્યું કે તેમની સોસાયટીમાં પહેલા પરિવારજનોને ટોણા મારતા હતા અને કહેતા હતા કે રમતમાં શું રાખ્યું છે તમારો પુત્ર તો માત્ર રમતમાં જ ધ્યાન આપે છે. તેમાં કોઈ કારકિર્દી નથી, એટલું જ નહીં પણ એવું પણ કહેતા હતા કે રમતમાં નાખીને છોકરાને જિંદગી પણ ખરાબ શા માટે કરી રહ્યા છો? ત્યારે એ જ દિકરો આજે ખૂબ જ પ્રતિભાશાળી બન્યો અને હાલ સુર્યાએ સમગ્ર દુનિયામાં પોતાનું અને તેના પરિવારનું નામ રોષન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *