આ શું 32 વર્ષનો વ્યક્તિ પોતે એશ્વરીયા રાયનો પુત્ર હોવાનો દાવો કરી રહ્યો છે

બોલિવૂડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન પોતાની માતા હોવાનો દાવો કરનાર 32 વર્ષનો વ્યક્તિ એક વાર ફરીથી ચર્ચાઓમાં છે. 1 વર્ષ પહેલા સંગીત કુમાર નામના વ્યક્તિએ દાવો કર્યો હતો કે એશ્વર્યા રાય બચ્ચન તેની માં છે. હવે સંગીતનું કહેવું છે કે તે પોતાની માં એશ્વર્યા રાય બચ્ચન સાથે મુંબઈમાં રહેવા ઈચ્છે છે. સંગીત નું કહેવું છે કે તે પૂરી રીતે મુંબઈમાં સ્થાયી થવાની ઈચ્છા ધરાવે છે. એટલું જ નહીં સંગીત નું કહેવું એમ પણ છે કે બે વર્ષની ઉંમર સુધી એશ્વર્યા ના મમ્મી પપ્પાએ તેને સાચવ્યો હતો.

હમણાં જ દીધેલા ઇન્ટરવ્યૂમાં સંગીતે એશ્વર્યા રાય બચ્ચનને લઈને કહ્યું કે – એશ્વર્યા રાયના મમ્મી પપ્પા વૃંદા રાય અને કૃષ્ણરાજ રાયે બે વર્ષની ઉંમર સુધી મને તેમની સાથે રાખ્યો. ત્યારબાદ વિશાખાપટ્ટનમમાં તેને સાચવવામાં આવ્યો. સાથે તેણે એમ પણ કહ્યું કે તેના સંબંધીઓએ તેના બર્થ સર્ટિફિકેટ ગાયબ કરી દીધા. જણાવી દઈએ કે સંગીતનો 2018 માં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે ઐશ્વર્યાએ 1988માં આઇવીએફ ટેકનિક દ્વારા તેને જન્મ આપ્યો છે.

વાયરલ વીડિયોમાં તે કહે છે કે – ‘ હું ઇચ્છું છું કે મારી માતા મારી પાસે આવીને મેંગલુરુમાં રહે. મારા પરિવારથી હું દૂર થયો તેને ઘણો સમય વીતી ગયો. હું તેમને બહુ યાદ કરું છું. હું વિશાખાપટ્ટનમ નથી જવા માંગતો. ઓછામાં ઓછો મને મારી માતા નો નંબર આપી દો. આટલા વર્ષ સુધી ચૂપ કેમ રહ્યા તેઓ સવાલ પૂછતાં સંગીત એ કહ્યું કે અમુક સંબંધીઓએ નાનપણથી જ અમુક વસ્તુઓ સાથે હેરાફેરી કરી હતી.

એશ્વર્યા રાય બચ્ચન જલ્દી જ મણિરત્નમની ફિલ્મ માં નજરે ચડશે. સાથે જ ઐશ્વર્યા પોતાના પતિ અભિષેક બચ્ચન સાથે ફિલ્મ ગુલાબજાંબુમાં પણ જોવા મળી શકે છે. આ ફિલ્મને લઈને લાંબા સમય સુધી ચર્ચાઓ ચાલી. પરંતુ હાલ ફિલ્મને લઈને કોઈ તાજા ખબર મળી નથી.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: