ચાલતી ટ્રેનમાં ચડવું કેટલું જોખમી છે તે દરેકને ખબર છે. તેમ છતાં, લોકો આ ભૂલ વારંવાર કરે છે. હાલમાં એક સ્ટેશનથી વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પોલીસ જવાન એક ચાલતી ટ્રેનની નીચે આવેલા એક વ્યક્તિનો જીવ બચાવી રહ્યો છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ પોલીસ કર્મચારીની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે. ભારતીય રેલ્વેની ટ્વિટર પ્રોફાઇલ પર પોસ્ટ કરાયેલ આ વિડિઓ જણાવે છે કે, ચાલતી ટ્રેનમાં શા માટે ચઢવા કે ઉતરવાનો પ્રયાસ કરવો જોઈએ નહી.
વિભાગે ટ્વિટ કર્યું, “SWRમાં ગોવાના વાસ્કો સ્ટેશન પર RPF જવાનો દ્વારા લાઇફ સેવિંગ એક્ટ!” તેમણે લખ્યું, “વાસ્કો સ્ટેશન પર, એક મુસાફરે ચાલતી ટ્રેન ઉપર ચઢવાનો પ્રયાસ કર્યો હતો. ” આ વિડિઓ 6 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે અને 400 જેટલી લાઈક્સ મળી છે. વળી, લોકો પોલીસ કર્મચારીની પ્રશંસા પણ કરી રહ્યા છે.
Life saving act by RPF personnel at Vasco station in SWR!
At Vasco station,a passenger tried to board the moving train 02741 Vasco-Patna express &slipped into the gap between Platform and train
Passengers are requested not to board/deboard a moving train. It may risk your life. pic.twitter.com/zkIva0rAkJ
— Ministry of Railways (@RailMinIndia) March 11, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle