ગણતરીની સેકંડોમાં ત્રણ જિંદગી હોમાઈ, પત્ની-દીકરીને ગોળી મારી પોતે પણ કરી લીધો આપઘાત- જુઓ મોતનો LIVE વિડીયો

હાલમાં જ પટના (Patna)માંથી એક ચકચારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, અહીં પોતાની દીકરી અને પત્નીને ગોળી મારી હત્યા(Murder) કર્યા બાદ પોતે આપઘાત…

હાલમાં જ પટના (Patna)માંથી એક ચકચારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, અહીં પોતાની દીકરી અને પત્નીને ગોળી મારી હત્યા(Murder) કર્યા બાદ પોતે આપઘાત કર્યો છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ઘટના પટનાના પોશ વિસ્તાર(Posh area) પોલીસ કોલોનીના A બ્લોકમાં ગુરુવાર બપોરની છે. વ્યક્તિએ પહેલા દીકરીના માથા પર પિસ્તોલ(Pistol) રાખી તેને ગોળી મારી દીધી, પછી પત્નીને પણ એ જ પ્રમાણે ગોળી મારી અને છેલ્લે પોતે પણ માથે ગોળી મારી આપઘાત કર્યો હતો. આ દરમિયાન ઘટનાસ્થળે જ ત્રણેયના મૃત્યુ નીપજ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જાણવા મળ્યું છે કે, દીકરી-પત્નીની હત્યા બાદ પોતે આપઘાત કરનાર વ્યક્તિ બેરોજગાર હતો. તેનું નામ રાજીવ કુમાર હતું. તેની પહેલી પત્નીના મોત બાદ તેણે પોતાની સાળી પ્રિયંકા ભારતી સાથે લગ્ન કર્યા હતા. બાદમાં બંનેના ડિવોર્સ થઈ ગયા હતા. પ્રિયંકા સચિવાલયમાં નોકરી કરતી હતી. પુત્રીનું નામ સારા ઉર્ફે સંસ્કૃતિ ભારતી હતું. તે પહેલી પત્નીથી હતી. પ્રિયંકા પોતાની માતા સાથે રહેતી હતી. રાજીવ પોતાની દીકરીને બેગૂસરાયમાં પોતાની સાથે રાખવા ઈચ્છતો હતો, પરંતુ તે ત્યાં રહેવાનો ઈનકાર કરતી હતી. હત્યાના પાછળ પણ આ જ કારણ માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

મળતી માહિતી અનુસાર, આ ઘટના ગુરુવારે બપોરે 12.20ની આસપાસ IPS નસીમ અહમદના ઘરની બહાર બની હતી. આ સૂચના બાદ પટના પોલીસ અધિકારીઓમાં હડકંપ મચી ગયો, કેમ કે જે વિસ્તારમાં ઘટના બની, ત્યાં પોલીસના જ ઘર છે. તેમાં વર્તમાન અને રિટાયર્ડ IPSના ઘર પણ સામેલ છે. તપાસ માટે FSLની ટીમ પણ આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *