સરકારી શાળામાં ચાલી રહેલા ગોરખધંધાને ખુલ્લા પડ્યા બાદ AAP દ્રારા શિક્ષણ સમિતિના અધ્યક્ષને આપવામાં આપ્યું આવેદનપત્ર

AAPના રાષ્ટ્રીય પરિષદ સદસ્ય(Member of the National Council) રાકેશ હિરપરા (Rakesh Hirpara)એ ગુજરાતની એક સરકારી શાળા (Government school)માં બાળકો સાથે થઇ રહેલા શારીરિક અડપલાના વિડીયો ગઈકાલે મીડિયા સમક્ષ ખુલ્લા મુક્યા છે. એક વિડીયોમાં શાળાની અંદર જ આચાર્યની હાજરીમાં જ બાળકો ન કરવાનું કામ કરી રહ્યા છે અને આચાર્ય તે જોઇને મજા માણી રહ્યા છે. બીજા વિડીયોમાં શાળાની ઓફિસમાં જ આચાર્ય અને બીજી એક અન્ય વ્યક્તિના બે શરીરો જાતીય પ્રવૃત્તિઓ કરતાં નજરે પડી રહ્યા છે અને હાથ પરની વીટીઓ આચાર્યની જ હોવાનું દેખાઈ રહ્યું છે.

ત્યારે આજરોજ AAPના રાષ્ટ્રીય પરિષદ સદસ્ય રાકેશ હિરપરાની આગેવાનીમાં આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણ સમિતિના અધ્યક્ષ ધનેશભાઈ શાહને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સંત શ્રી બજરંગદાસ બગદાણાવાળા પ્રાથમિક શાળાના દુષ્કૃત્યોના વિડીયો વાલીઓ દ્વારા લગભગ ત્રણ મહિના અગાઉ આપવામાં આવ્યા હતાં. છતાંય ધનેશભાઈ શાહ તરફથી આજ સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવેલ નથી. તપાસ સમિતિના નામે બચાવ સમિતિનું નિર્માણ કરીને સમિતિ દોષીઓને બચાવવાનું કાર્ય કરી રહી હોઈ એવું જણાઈ રહ્યું છે.

ત્રણ મહિનાથી આટલા સ્પષ્ટ પુરાવાઓ ધનેશભાઈ શાહ પાસે હોવા છતાંય હજુ સુધી ધનેશભાઈએ આચાર્યને બરતરફ પણ નથી કર્યા કે, પોલીસ ફરિયાદ પણ નથી કરી. આવી વિકૃત માનસિકતા ધરાવતાં વ્યક્તિને શિક્ષણ જેવા પરમ પવિત્ર અને ઉમદા ક્ષેત્રમાં રહેવાનો કોઈ અધિકાર નથી.

વધુમાં જણાવતા રાકેશ હિરપરાએ કહ્યું કે, ગુજરાતના તમામ વાલીઓ અને શિક્ષકો વતી અમારી માંગણી છે કે, આ આચાર્યને તાત્કાલિક નોકરીમાંથી છુટા કરવામાં આવે અને પોલીસ ફરિયાદ કરીને આખી ઘટનાની સંપૂર્ણ તપાસ પોલીસને સોંપવામાં આવે અને દોષીને કડકમાં કડક સજા અપાવીને એક દાખલો બેસાડવામાં આવે. જોકે, આ વિડીયો પુરાવા તરીકે ધનેશભાઈ શાહ પાસે ત્રણ મહિનાથી છે, છતાંય આ પુરાવાઓની એક CD આ અરજી સાથે આપી રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *