સામાન્ય જનતા માટે ખુશીના સમાચાર: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો ઘટાડો- જાણો કેટલું સસ્તું થયું?

આજે રવિવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આજે, ઓઇલ કંપનીઓએ તેલના ભાવમાં કાપ જાહેર કર્યો છે, ભલે આ કાપ મર્યાદિત હોય, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભાવમાંઘટાડો થયો નહોતો. ઇન્ડિયન ઓઇલ મુજબ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને જોતા ઓઇલ કંપનીઓએ ભાવ ઘટાડાની જાહેરાત શરૂ કરી દીધી છે. સપ્ટેમ્બર મહિનામાં કિંમતોમાં આ બીજો ઘટાડો છે. બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15-15 પૈસાનો ઘટાડો થયો હતો. અગાઉ, ગયા સપ્તાહે મંગળવારે, બંને ઇંધણના ભાવમાં સમાન ઘટાડો કરવામાં આવ્યો હતો. છેલ્લા પખવાડિયામાં અત્યાર સુધી ડીઝલ 1.25 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે. કિંમતોની વાત કરીએ તો 17 જુલાઈથી પેટ્રોલના ભાવ વધ્યા નથી. લગભગ એક મહિના સુધી પેટ્રોલની કિંમતો સ્થિર હતી અને પછી તેમના ભાવ નીચે આવ્યા.

ઇન્ડિયન ઓઇલ (IOC) ની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.19 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 88.62 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે મુંબઈમાં આજે પેટ્રોલ 107.26 રૂપિયા અને ડીઝલ 96.19 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં આજે પેટ્રોલ 101.62 રૂપિયા અને ડીઝલ 91.71 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈમાં આજે પેટ્રોલ 98.96 રૂપિયા અને ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લીટર છે. બેંગલુરુમાં આજે પેટ્રોલ 104.70 રૂપિયા અને ડીઝલ 94.04 રૂપિયા પ્રતિ લિટર છે.

લખનઉમાં આજે પેટ્રોલ 98.30 રૂપિયા અને ડીઝલ 89.02 રૂપિયા પ્રતિ લીટર છે. પટનામાં આજે પેટ્રોલ 103.79 રૂપિયા અને ડીઝલ 94.55 રૂપિયા પ્રતિ લિટર છે. જયપુરમાં આજે પેટ્રોલ 108.13 રૂપિયા અને ડીઝલ 97.76 રૂપિયા પ્રતિ લીટર છે. ગુરુગ્રામમાં આજે પેટ્રોલ 98.94 રૂપિયા અને ડીઝલ 89.32 રૂપિયા પ્રતિ લીટર છે. હૈદરાબાદમાં આજે પેટ્રોલ 105.26 રૂપિયા અને ડીઝલ 96.69 રૂપિયા પ્રતિ લીટર છે. રાંચીમાં આજે પેટ્રોલ 96.21 રૂપિયા અને ડીઝલ 93.57 રૂપિયા પ્રતિ લીટર છે. દહેરાદૂનમાં આજે પેટ્રોલ 97.68 રૂપિયા અને ડીઝલ 89.43 રૂપિયા પ્રતિ લીટર છે અને શિમલામાં આજે પેટ્રોલ 98.96 રૂપિયા અને ડીઝલ 88.13 રૂપિયા પ્રતિ લિટર છે.

અહી ઉલ્લેખનીય છે કે, દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યે નવી કિંમતો લાગુ થઇ જાય છે. પેટ્રોલ તથા ડીઝલની કિંમતમાં ડીલર કમિશન, એક્સાઈઝ ડ્યૂટી અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેમના ભાવ બમણા થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલનો ભાવ શું છે તેને આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. જેના માપદંડોને આધારે પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે.

પેટ્રોલ-ડિઝલનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. જયારે બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલવાનો રહેશે અને એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને પેટ્રોલ-ડિઝલનો ભાવ જાણી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *